તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગ્રામજનો-બોર્ડર વિંગ હોમગાર્ડના કર્મચારીઓ વચ્ચે થઇ ઝપાઝપી

નખત્રાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંગનારામાં પવનચક્કીનો વિવાદ હજુ પણ શમ્યો નથી
  • પવનચક્કીના કારણે તહેવારો ટાંકણે ગામલોકોને કરવી પડે છે વગડાની ચોકી

નખત્રાણા તાલુકાના સાંગનારામાં પવનચક્કી ઉભી કરવા મુદ્દે થયેલો વિવાદ હજુ શમ્યો નથી અને અા મુદ્દે સાતમના દિવસે ગ્રામજનો અને બોર્ડર વીંગ હોમગાર્ડના કર્મચારીઅો વચ્ચે ઝપાઝપી થઇ હતી. પર્યાવરણના રક્ષણ માટે ખુદ ગ્રામજનોને તહેવારો ટાંકણે પણ વગડાની ચોકી કરવી પડે છે. પવનચક્કીના કર્મચારીઅો ગામનો કેડો મુકતા નથી, જેથી સાતમ-આઠમના તહેવારો સમયે પણ ગ્રામજનો વગડામાં પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છે.

ગામના વાલજી લીંબાણીઅે જણાવ્યું હતું કે, સરકારની ચોખ્ખી મનાઈ છતાં પણ કંપનીવાળા પવનચક્કીનું કામ બંધ નથી કરતા. દરરોજ ગામલોકો જાય ત્યારે જ કામ બંધ કરે છે અને ગામ લોકો પરત ફરે અેટલે પાછું કામ ચાલુ કરી નાખે છે. કંપનીવાળાઅોઅે ગામલોકોની સાતમ-અાઠમ બગાડી છે.

ગ્રામજનો અને કંપનીવાળાની વચ્ચે માથાકુટ રોજિંદી બની છે અને રવિવારે સાતમના દિવસે પણ ગ્રામજનો અને બોર્ડર વિંગ હોમગાર્ડના કર્મચારીઅો વચ્ચે પવનચક્કીના કામ મુદ્દે ઝપાઝપી થઇ હતી. અા તકે ધક્કામુકી સાથે ગ્રામજનોને તગેડવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ પર્યાવરણના રક્ષણ કાજે અન્યાય સામે ઝુકશું નહીં તેવો હુંકાર સરપંચ ઉમરા પાલા જેપાર, શંકર લીંબાણી, લક્ષ્મણ રબારી વગેરેઅે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...