તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસકામોનું ખાતમુહૂર્ત:મોટી વિરાણીમાં એક કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ આકાર પામશે

નખત્રાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનો બોર, ગાૈશાળા સહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત

નખત્રાણા તાલુકાના મોટી વિરાણીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ, ગાૈશાળા, પાણીનો બોર સહિતના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં અાવ્યું હતું. ગામમાં 6 અેકર વિસ્તારમાં અેક કરોડના ખર્ચે વૈવિધ્ય સભર સુવિધાઅોથી સજ્જ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં અાવશે. મોટી વિરાણી-સુખપર રોડ પર 15.54 લાખના ખર્ચે પાણીનો બોર, 27.54 લાખના ખર્ચે ગાૈશાળા કેટલ સેટ તેમજ ગામને ઝળહળતું કરવા માટે જી.અેમ.ડી.સી.ના સહયોગથી 3 લાખના ખર્ચે હાઇમાસ્ટલાઇટ ટાવર ઉભું કરવામાં અાવશે.

અા તમામ વિકાસકામોનું ખાતમુહૂર્ત શુક્રવારના રાજ્યમંત્રી વાસણ અાહીર, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરવામાં અાવ્યું હતું. કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, જિ.પં. સદસ્ય કરશનજી જાડેજા તેમજ મહેન્દ્રસિંહ સોઢા, ભરત સોમજિયાણી, ચંદનસિંહ રાઠોડ, જયેશ ગુસાઇ, પાટીદાર સમાજ પ્રમુખ અબજી પટેલ, રામજી માનાણી, કાનજી કાપડી, ગજુભા જાડેજા, ભીભાજી જાડેજા, સરપંચ ઉમરાબેન જેપાર, નૂરમામદ ખત્રી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...