કોરોના મહામારી:નખત્રાણામાં શાકભાજી અને ચાના ધંધાર્થી સહિત 5 સુપરસ્પ્રેડર કેસ

નખત્રાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુપરસ્પ્રેડર બની શકે તેવા 94 ધંધાર્થીઓના ટેસ્ટ કરાયા

નખત્રાણા ખાતે કોરોનાના સુપરસ્પ્રેડર બની શકે તેવા ધંધાર્થીઓ માટે ખાસ કેમ્પમાં 94 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી પાંચ ધંધાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા તેઓને ક્વોરન્ટાઇન તથા સારવાર શરૂ કરવામાં આવી હતી. નખત્રાણામાં ત્રણ દિવસ સુધી વિવિધ ધંધાર્થીઓના કોરોના ટેસ્ટ કરાશે. અહીંની કુ.ટી.ડી.વેલાણી ગર્લ્સ હાઈસ્કૂલ મધ્યે લોકોના સીધા સંપર્કમાં આવતા હોય તેવા લારી ધારકો, પાન, શાકભાજી-ફ્રુટ તથા ચાના ધંધાર્થી અને રીક્ષા ચાલકો સહિતના કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાયો છે. તા. 24થી 26/9 સુધી આ તમામ ધંધાર્થીઓએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. ગુરૂવારે કોરોના ટેસ્ટની સાથે હેલ્થકાર્ડ પણ આપવામાં આવ્યા હતાં. હવે જે ધંધાર્થીઓ પાસે હે કાર્ડ નહીં હોય તેમની સામે પગલાં લેવાશે તેવુ પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું હતું. તો પ્રથમ દિવસે કોરોના ટેસ્ટ કરાયા બાદ કુલ 5 પોઝિટિવ કેસો મળ્યા હતાં. જેમાં બે શાકભાજી અને એક ચાના ધંધાર્થીઓ હોવાનું બહાર આવ્યું છે. આ કેમ્પની પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત તેમજ મામલતદાર સોલંકીએ પણ મુલાકાત લીધી હતી. આરોગ્ય અધિકારી એ. કે. પ્રસાદ, આયુર્વેદ ડો. કુંદનબેન, નાયબ મામલતદાર બી. બી. પટેલ, એન. પી. પંડયા,તલાટી જયેશ પટેલ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...