ચોરી:નખત્રાણામાં કાપડની દુકાનના 4 તાળા તોડ્યા, હાથમાં આવ્યા રોકડા 4 હજાર

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોમગાર્ડ અને પોલીસ પેટ્રોલીંગ હોવા છતાં તસ્કરો સફળ

નખત્રાણાના સતત ટ્રાફિકથી ધમધમતા અને પચરંગી વસ્તી ધરાવતા મણિનગર વિસ્તારમાં આવેલી શુભમ કલેક્શન નામની કાપડની દુકાનના ગુરૂવારે રાત્રે તસ્કરો તાળા તોડીને અંદરથી ગલ્લામાં રહેલા રોકડ રૂપિયા 4 હજારની ચોરી કરી ગયા હતા.

ઘટના અંગે દુકાનદાર દુકાનદાર અલ્પેશભાઈ નારણભાઈ દરજીએ જણાવ્યું હતું. ચોરીનો બનાવ ગુરૂવારે મોડી રાત્રે બન્યો હતો. કોઇ અજાણ્યા શખ્સો તેમની દુકાનના ચાર તાળા તોડી તેમજ વેન્ટિલેશન કાચ તોડી ખાનામાં પડેલા રોકડા રૂપિયા 4 હજારની ચોરી કરી ગયા હતા. જે વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે ત્યાં સતત હોમગાર્ડનો પહેરો રહે છે તેમજ પોલીસ પણ સતત પેટ્રોલિંગ રહે છે. તેમ છતાં પણ ચીભડ ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે કોઇ મોટી ચોરીનો બનાવ બને તે પૂર્વે પોલીસ વધુ સતર્ક બને આ વિસ્તારના દુકાનદારો કહેવું છે. તાજેતરમાં સરકારી વસાહત પાસેના હનુમાન મંદિરના પણ તાળા તૂટયા હતા.

વોંધના રામદેવપીરના મેળા માંથી બાઈક ચોરાઈ
ભચાઉમાં સ્ટુડિયો વ્યવસાય સાથે સંકળાયેલા રવિદાન ગઢવી નામનો યુવાન વોંધના રામદેવપીરના મેળામાં ગયો હતો જ્યાં સાંજે 5-30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવાનની બાઈક ચોરી જતા ભચાઉ પોલીસને આ બાબતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સામત્રામાં પાંચ વાડીમાંથી 180 મીટર વાયરની ચોરી
સામત્રા ગામે રહેતા વીરજીભાઇ લક્ષ્મણભાઇ પીંડોરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઇ અજાણ્યા શખ્સોએ તેમની વાડીમાંથી 60મીટર તેમજ ભાઇ અરજણભાઇ લક્ષ્મણભાઇ પીંડોરીયા અને ભત્રીજા હર્ષદભાઇ ભીમજીભાઇ પીંડોરીયાની વાડીમાંથી 35-35 મીટર તથા નાગીયારીના ઉમર સુમાર બાફણ અને કાંતિભાઇ કરશનભાઇ વેલાણીની વાડીમાં 50મીટર મળીને કુલ 180મીટર વાયરની ચોરી કરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...