વ્યવસ્થા:પશ્ચિમ કચ્છના 3 માર્ગોનું 28 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરાશે

નખત્રાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ-લખપત, લખપત-કોટેશ્વર, તેરા-ભાચુંડા રોડનું સીએમ દ્વારા ઇ ખાતમુહૂર્ત કરાયું

કચ્છના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભુજ-લખપત, લખપત-કોટેશ્વર, તેરા-ભાચુંડા રોડનું 28 કરોડના ખર્ચે રિસર્ફેસિ઼ગ કરવામા આવશે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોટડા જડોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઇ ખાતમુહૂર્ત કરાયું હતું. ભુજ-લખપત રોડના 21 કરોડના ખર્ચે 33 કિ.મી., લખપત-કોટેશ્વરના 8 કિલો મીટરના માર્ગનું 4.26 કરોડના ખર્ચે તેમજ અબડાસા તાલુકાના તેરા-ભાચુંડા રસ્તાનું 3.18 કરોડના ખર્ચે થનારા રિસર્ફેસિંગનાા કામનું મુખ્યમંત્રીએ ઇ ભૂમિ પૂજન કર્યું હતું. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે હંમેશા ચિંતિત રહે છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી ઈ-માધ્યમથી જોડાયા હતા.

આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય જયાબેન ચોપડા, કરસનજી જાડેજા, નયનાબેન પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા, પુરુષોત્તમ મારવાડા, સંધ્યાબેન પલણ, શારદાબેન આહીર, મહેન્દ્રસિંહ સોઢા, લીલાબેન મહેશ્વરી, માનવીર સિંહ જાડેજા, રાજુભાઈ સરદાર, દિનેશ નાથાણી, રવિ ગરવા, વસંત વાઘેલા, હરિસિંહ રાઠોડ, દિલીપ પટેલ, વેસલજી તુવર, મહેશ ભાનુશાલી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી હરીસિંહ રાઠોડે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...