તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચા:નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 3 કરોડના કામોને બહાલી અપાઇ

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટર, પાણી તેમજ ગૌચર સુધારણાના મુદ્દા ચર્ચાયા

નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગટર, પાણી, ગાૈચર સુધારણા સહિતના મુદ્દે ચર્ચા સાથે 3 કરોડના કામોને બહાલી અપાઇ હતી. ્રમુખ જયસુખ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોશીઅે એજન્ડા રજૂ કર્યો હતો. ત્યારબાદ 15માં નાણાપંચના કામોને બહાલી અપાઇ હતી, ત્રણ કરોડ જેટલી પ્રથમ તબક્કાની ગ્રાન્ટ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવશે. પાણી, ગટર સહિતના કામોને વધુ અગ્રતા અપાશે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, તાલુકાના સર્વાંગી વિકાસ માટે કયાંય ભેદભાવ કે કચાશ રાખવામાં નહીં અાવે. ત્રણ કરોડના કામો પૈકી દોઢ કરોડ માંજલ કામો, 74.50 લાખ સફાઈ કામો, 74.50 લાખ પાણી અને ગટરના કામો માટે સુચવાયા હતા. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા હાજર રહ્યા હતા.

ધરતીકંપ બાદ નવા બનેલા ગામોને રેવેન્યૂમાં સમાવો
બેઠકમાં સોઢા શરણાર્થીઓને રેવન્યૂ વિલેજ માટેનો મુદ્દો ચર્ચાયો હતો. ધરતીકંપ બાદ બનેલા નવા ગામોને રેવન્યૂમાં સમાવી આપવા તેમજ આ તાલુકામાં શિક્ષણના 319 જેટલા ખંડોની ઘટ છે તે પૂરવા, ગૌચર સુધારણા માટેની જોગવાઈ કરવા વિપક્ષી નેતા કેતન પાંચાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...