તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નખત્રાણા પાસે વાડામાં ભીષણ આગથી 20 લાખનો ભંગાર સ્વાહા

નખત્રાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગ્નિશમન દળ ન હોતાં જ્વાળા કાબૂમાં ન લઇ શકાઇ

નખત્રાણાની ભાગોળે નવાનગર પાસે ભંગારના વાડામાં ભીષણ આગ લાગતાં તેમાં પડેલો અંદાજે 20 લાખનો ભંગારનો જથ્થો ભસ્મીભૂત થઇ ગયો હતો. નગરમાં અગ્નિશમન દળ ન હોતાં અગન જ્વાળાને કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું હતું.આ અંગે મળતી વિગતો મુજબ ભંગારના વાડામાં કોઇ કારણોસર આગ લાગતાં અગન જ્વાળાઓ જોઇને લોકો દોડી ગયા હતા અને ટેન્કર મગાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો જે વિફળ રહ્યો હતો.

વાડાના માલિક જાફર કુંભારે કહ્યું હતું કે, છેલ્લા છ માસથી ભંગાર એકઠો કરીને રાખ્યો હતો જેની કિંમત 20 લાખ જેટલી થવા જાય છે તે તમામ ખાક થઇ જતાં મોટો આર્થિક ફટકો ખમવો પડ્યો છે.ઉલ્લેખનીય છે કે, ઝડપભેર વિકસી રહેલાં નગરમાં હજુ સુધી ફાયર ફાઇટરની સુવિધા ઉપલબ્ધ નથી. ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં અગ્નિશમન દળની વ્યવસ્થા કરાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો