મેઘમહેર:પાવરપટ્ટી સહિત નખત્રાણા વિસ્તારમાં 1 થી દોઢ ઇંચ

નખત્રાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા ઉપરાંત તાલુકાના રવાપર, નેત્રા સહિતના ગામોમાં સાંજે કાળા ડિબાંગ વાદળા સાથે માત્ર મેઘ ગર્જના જારી રહી હતી. તો ત્યારબાદ ઝરમર વરસાદ વરસવો શરૂ થયો હતો. નખત્રાણામાં સાંજે 6થી 8 વાગ્યા સુધી 24 મીમી વરસાદ પડ્યો હતો. જેની સાથે મોસમનો કુલ 37 ઇંચ નોંધાયો હતો. પાવરપટ્ટી વિસ્તારમાં 3 થી 5 વાગ્યા સુધી ગાજવીજ અને ભારે પવન સાથે 1થી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. આ પંથકના વંગ, ડાડોર, ઝાલુ, ખારડિયા સહિતના ગામોમાં પણ એકથી દોઢ ઇંચ પાણી પડ્યું હોવાનું વંગના પૂર્વ સરપંચ રણછોડ આહીરે જણાવ્યું હતું. આ વિસ્તારના નિરોણા, પાલનપૂર, ઝુરા, લોરિયા સહિતના ગામોમાં પણ સારો વરસાદ પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...