દુઃખદ:મુન્દ્રામાં યુવા દંપતીનું મ્યુકરમાઇકોસિસથી મોત થતાં 3 બાળકો પર આભ તૂટી પડ્યું

મુન્દ્રા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દીકરીઓ, એક પુત્ર સમેત 3 સંતાનોની સંભાળ ભુજ સ્થિત બહેન લઇ રહ્યા છે

મુન્દ્રા પોર્ટ ખાતે ફ્લેમિંગો લિકર શોપમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાન અને તેની પત્નીને એકજ દિવસે કોરાનાને કારણે લાગુ પડેલ મ્યુકર માઇકોસિસની બીમારી ભરખી જતાં ત્રણ બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ યુપીના મુઝફ્ફર નગરના વતની અને વર્ષોથી રોજગાર અર્થે મુન્દ્રામાં વસેલા અત્યંત સાલસ અને હસમુખ સ્વભાવ ધરાવતા સ્વ સુરેશ પ્રજાપતિની માતા ગત વર્ષે કોરોનાનો ભોગ બન્યા હતા.

અને હાલ સુરેશ અને તેની પત્ની ગીતાબેનને કોવિડની બીજી લહેર વેળાએ કોરોના લાગુ પડતા દંપતીને પ્રથમ ભુજ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.પરંતુ ચાર દિવસ અગાઉ કમનસીબે સવારે 43 વર્ષીય સુરેશ અને સાંજે તેના 40 વર્ષના પત્ની ગીતાબેન કોરોના સામે જંગ હારી મોતને ભેટતા તેમના 15 થી 6 વર્ષ સુધીના ત્રણ સંતાનોએ કુમળી વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. સંબધિત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હાલ બે દીકરીઓ અને એક પુત્ર સમેત ત્રણ સંતાનોની સંભાળ ભુજ સ્થિત સુરેશના બ્હેન લઇ રહ્યા છે.આમ કોરોના મહામારીએ હસ્તા રમતા પરિવારનો માળો એકજ દિવસમાં પીંખી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...