જુગાર:મુન્દ્રામાં વરલી મટકાનો જુગાર પુરબહારમાં ખીલ્યો

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રાના અનેક વિસ્તારોમાં અસામાજિક પ્રવૃતિઓ સાથે વર્લી મટકાના જુગારે માથું ઉચક્યું હોવાની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ સ્થાનિકે યોજાયેલા લોકદરબાદમાં જુગારની બદી પર રોક લગાવાની પ્રબળ માંગ ઉઠી હતી.છતાં પણ તે અસર વિહીન સાબિત થતાં હવે જિલ્લા સ્તરે એસપી કચેરીમાં ફરીથી રજૂઆત દોહરાવામાં આવી છે.

અગાઉ સુધરાઈના વિપક્ષી નગરસેવકો એ લોકદરબારમાં કરેલી રજૂઆત બાદ જાવેદ પઠાણે એસપી કચેરીમાં કરેલી લેખિત રજૂઆત માં નગરના હસનપીર બજાર,ચાઇનગેટ,ઉમિયા નગર,જેરામસર તળાવની પાળ,પીજીવીસીએલ કચેરીની બાજુમાં તથા અતિ વિકસિત એવા બારોઇ રોડ સ્થિત ચા ની હોટલો પર આજ હાલમાં પણ આંકડાનો જુગાર ચાલુ હોવાથી અનેક શ્રમજીવીઓ ના પરિવાર બરબાદ થતા હોવાની લાગણી દર્શાવી છે.વિશેષમાં ઉપરોક્ત બદીને કારણે ગરીબ વર્ગ કર્જ કરી વ્યાજના વિષચક્રમાં ફસાતો હોવા બાબતના ઉલ્લેખ સાથે તાત્કાલિક ધોરણે ધાક બેસાડતી કાર્યવાહી કરી પોતાનું ફલક વિસ્તારી રહેલી અસામાજિક પ્રવૃત્તિને ડામવાની માંગ કરી છે.

નોંધનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી આઇ.પી.એલ.ની મેચ શરૂ થઇ છે ત્યારે મોબાઇલમાં ઓનલાઇન એપલીકેશન પર ક્રિકેટ સટ્ટાનું ચલણ વધ્યું છે. યુવા પેઢી આ દુષણમાં ધકેલાઇ છે ત્યારે યોગ્ય પગલા ભરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...