તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મુન્દ્રા સીએચસીમાં ગાયનેકની નિયુક્તિ મુદ્દે મહિલાઓના ધરણાં

મુન્દ્રા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકહિતાર્થે નારીશક્તિ અને વિરોધપક્ષ મેદાનમાં પણ સત્તાપક્ષનું મૌન

છેલ્લા ત્રણ માસ થી મુન્દ્રા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રના પ્રસૂતિગૃહમાં ફરજ બજાવતા સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબને સિવિલ સર્જનનો વધારાનો ચાર્જ સોંપાયા મુદ્દે અનેક રજૂઆતો બાદ પ્રશાસન વતી સકારાત્મક પ્રતિભાવ ન સાંપડતા મુન્દ્રા તાલુકાની આશા વર્કર બહેનોએ સરકારી હોસ્પિટલના પ્રાંગણમાં ધરણાં ધરી પૂર્વ તબીબની પુનઃ નિયુક્તિ કરવાની માંગ કરી હતી.

અગાઉ સીએચસીના પ્રસૂતિગૃહમાં ગાયનેક તરીકે ફરજ બજાવતા શમસુદીન દામાણીને છેલ્લા કેટલાક માસથી ભુજ સ્થિત જીકે જનરલમાં સિવિલ સર્જન તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે. જેથી સ્થાનિકે અનુભવી ડોક્ટરના અભાવે ગરીબ અને મધ્યમવર્ગની પ્રસૂતાઓને ખાનગી હોસ્પિટલના શરણે જઈ જબ્બર આર્થિક ફટકો ભોગવવો પડતો હોવાની પરિસ્થિતી નિર્માણ પામી છે.સીએચસીના મહિલા વિભાગનો સ્ટાફ પણ દર્દીઓ સાથે તોછડાઈ ભર્યા વર્તનની અનેક ફરિયાદો ઉઠી છે.

આરોગ્યલક્ષી સેવાઓ અર્થે સત્તાપક્ષ આગળ આવે
હાલ ગાયનેકની પુનઃ નિયુક્તિ અંગે આશાવર્કર મહિલાઓએ ધરેલા ધરણાં અગાઉ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિએ સ્થાનિક પ્રશાસનને આવેદન પાઠવી સૂચિત તબીબ ને ચાર્જ પરત સોંપવાની માંગ કરી હતી.ત્યારે સત્તાપક્ષનું મૌન લોકોને અકળાવી રહ્યું છે.અને તાલુકાવાસીઓના હિતમાં ભાજપના આગેવાનો પણ આગળ આવે તે મત ચોમેર પ્રવર્તી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...