તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કિસાનોના હિતને અનુલક્ષીને ખાતર ભાવમાં થયેલાે વધારો પરત ખેંચો

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા તા. પં.ના સભ્યે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી

વર્તમાન કોરોના કાળની પરિસ્થતીમાં ખાતરના ભાવમાં રાજ્યસરકાર દ્વારા કરાયેલ વધારો ત્વરાએ પરત ખેંચવાની ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરી મુન્દ્રા તાલુકા પંચાયતના સદસ્યએ ખેડૂતોના હિતમાં ફેરવિચારણા કરવાની માંગ કરી છે.

મુન્દ્રા તાલુકાની ભુજપુર સીટ પરથી ચૂંટાયેલા વિપક્ષી સદસ્ય નારાણ સુમાર સાખરાએ કૃષિ મંત્રી સમેત સંબંધિતોને કરેલ લેખિત રજુઆતમાં વર્તમાન સંજોગોમાં રાસાયણિક ખાતરમાં ઝિંકાયેલો ભાવ વધારો આઘાતજનક હોવાની લાગણી દર્શાવી તેને ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધોરણે પાછો ખેંચવાની માંગ કરી છે.

વિશેષમાં દેશના અન્ય રાજ્યો હાલના સંજોગોમાં કિસાનોની વહારે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ તેમને છ મહિના વિજબીલની માફી આપે તે બાબત પર ભાર મુક્યો છે.ઉપરાંત પશુપાલકો તેમજ અન્ય જરૂરિયાત મંદોને સહાય જાહેર કરવાનો ઉલ્લેખ કરી કોરોના કાળમાં ભોગગ્રસ્તોને મદદરૂપ થવાની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...