તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકલક્ષી કાર્યનું ઉમદા ઉદાહરણ:ખેંગાર સાગર ડેમમાં 8 દસકાથી જમા કચરો ગ્રામજનોએ સાફ કર્યો

મુન્દ્રા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કણઝરા ગ્રામ વિકાસ ટ્રસ્ટે તાલુકાલક્ષી અભિયાન હાથ ધર્યું
  • ખાણખનીજ ખાતાને નિયત રોયલ્ટી ભર્યા બાદ આદરાયો શ્રમ યજ્ઞ

હાલ ચોમેરથી પ્રશાસન અને સ્થાનિક સ્વરાજ્ય તેમજ સુધરાઈના સત્તાધીશો પ્રિમોન્સુન કામગીરીના બણગા ફૂંકે છે પરંતુ તે માત્ર કાગળ પૂરતી સિમીત રહેતી હોવાથી કણઝરા જળ વિકાસ અને ચેરીટેબલ ટ્રસ્ટે લોકઉપયોગી કાર્ય માટે આગળ આવી વાંકી પત્રી સ્થિત ઐતહાસિક ખેંગાર સાગર ડેમમાં છેલ્લા આઠ દસકાથી જમા થયેલા કાંપરૂપી કચરાનું સફાઈ અભિયાન હાથ ધરી સમગ્ર જિલ્લાને એક લોકલક્ષી કાર્યનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કણઝરા જળ વિકાસ સમિતિના પ્રમુખ રવાભાઈ આહિરે તાલુકાના હિતમાં કરેલ સેવાકીય કાર્ય અંગેથી માહિતગાર કરતા જણાવ્યું હતું કે ઇસ 1937માં નિર્માણ પામેલા પત્રી સ્થિત ખેંગાર સાગર ડેમનું દાયકાઓથી ખાણેત્રુ ન થતાં તેની આસપાસ આવેલી 1800 હેક્ટર પિયત જમીન સુકાઈને એક હજાર એકર પર અટકી ગઈ હતી.ઉપરાંત આઠ દાયકાથી સફાઈના અભાવે ડેમમાં દસ ફૂટ કાંપ ના થર જામી જતાં જળની સંગ્રહ શક્તિ રૂંધાઇ હતી.જેને લક્ષમાં રાખીને સમિતિ દ્વારા મહાસફાઈ અભિયાન હાથ ધરાયું હતું.

જેને પ્રથમ તાંત્રિક ઓપ આપવા ખાણખનીજ ખાતામાં કાયદેસર 7 લાખ 34 હજાર રેતીની રોયલ્ટી ભરી સૂચિત કામગીરી અંગે મંજૂરી લેવામાં આવી હતી.ત્યાર બાદ એક માસની તનતોડ મહેનત બાદ હિટાચી મશીન અને ચાર ડમ્પરોની મદદથી ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે જોડાઈ ડેમમાં જમા થયેલો કાંપ દૂર કરી ફળદ્રુપ માટી પાથરી હોવા પર પ્રકાશ પાડી આમ એક પ્રજાલક્ષી અભિયાનને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો હોવાની લાગણી દર્શાવી હતી.

સરકારી ચોપડે ડેમમાં પાંચ ફૂટ કાંપનો ભરાવો
વધુ વિગત આપતાં રવાભાઈ આહિરે 18.20 ચો માઈલનો ઘેરાવો ધરાવતા નાની સિંચાઈ યોજનાના ખેંગારસાગર ડેમનો ઓવરફ્લો 22.5 ફૂટ હોવાની માહિતી આપતાં વાંકી પત્રી કાંડાગરા લાખાપર બગડા સહિતના ગામો તેના પાણીનો લાભ લેતાં હોવાથી અવગત કરી છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા તેની કોઈ દરકાર કરાતી ન હોવાની લાગણી દર્શાવતા સરકારી ચોપડે ફક્ત પાંચ ફૂટ કાંપનો ભરાવો દર્શાવવામાં આવ્યો હોવા બાબતે આક્રોશ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...