તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:મુન્દ્રામાં અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં બે યુવાનના મોત

મુન્દ્રાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટા કાંડાગરા પાસે એક્ટિવા ચાલક, સીરાચા પાસે બાઇક ચાલકે જીવ ગુમાવ્યો

મુન્દ્રા તાલુકામાં બનેલા બે જુદા જુદા અકસ્માતના બનાવમાં બે યુવાન કાળનો કોળિયો બની ગયા હતા. પ્રથમ બનાવ અંગે મુન્દ્રા પોલીસ મથકેથી રાજકુમાર મગનભાઈ રાઠોડ (રહે-માંડવી)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત માહિતી મુજબ ઘટના 3/2ના રોજ મુન્દ્રાના રેલવે ફાટક ન 25 પાસે સવારે 9 વાગ્યાના અરસામાં બની હતી.જેમાં સીરાચા સ્થિત અદાણી પાવર પ્લાન્ટ ખાતે બાઈક પર સવાર થઇ પ્રતિપાલ મોરારજી ચૌહાણ અને તેના મિત્ર અમરદિપવન લહેરીવન ગોસ્વામી (રહે બન્ને માંડવી)ફરજ બજાવવા જતા હતા ત્યારે આગળ જઈ રહેલા જીજે-12-બીડબ્લ્યુ 5150 ન ના ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારી હતી.જેથી મોટરસાયકલ ધડાકાભેર ટ્રેલરમાં અથડાતાં પ્રતિપાલને મોઢામાં સામાન્ય તથા અમરદિપવનને માથાના ભાગે ગંભીર ઇજજાઓ થતાં બન્ને ને સારવાર અર્થે ખસેડાયા હતા ઘટનાને પગલે આજે અમરદિપે હોસ્પિટલના બિછાને દમ તોડતાં મુન્દ્રા પોલીસ મથકે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધાયો હતો.

જયારે અન્ય બનાવ મુન્દ્રા તાલુકાના મોટી ખાખર થી નાની ખાખર વચ્ચેના ધોરીમાર્ગ પર કાંડાગરા ગેટની બાજુમાં ઢળતી સાંજે 7.30 વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો.જેમાં જીજે-12-ઈબી 3385 નં ની એક્ટિવા પર સવાર થઇ પોતાના ઘરે માંડવી તાલુકાના નાની ખાખર ખાતે જઈ રહેલા યુવાન વિશાલ દિલીપભાઈ વીરા(ઉ.વ.30)ને જીજે-12 સીપી 0915 નંની બોલેરો કેમ્પરના ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં વિશાલનું ઘટના સ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું.બનાવને પગલે તેને તાત્કાલિક 108ની મદદથી મુન્દ્રાના સીચસીમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.અને હોસ્પિટલ પહોંચેલી મુન્દ્રાની સીટી પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

મુન્દ્રામાં તાપણું કરતા દાઝેલી પરિણીતા 51 દિવસની સારવાર બાદ મોતને ભેટી
મુન્દ્રા પંથકમાં બનેલા ત્રીજા અપમૃત્યુના બનાવમાં સોસાયટી વિસ્તાર સિદ્ધાર્થ નગરમાં રહેતા જીવકલાબેન શામલાલ ગગુલા (ઉ.વ.41)21/12ના રોજ પોતાના ઘરની બહાર તાપણું કરતી વખતે ગંભીર રીતે દાઝી ગયા હતા.જેમને તબક્કાવાર પ્રથમ મુન્દ્રા સ્થિત અદાણી હોસ્પિટલ બાદ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાતા કુલ્લ 51 દિવસની સારવાર પછી પણ તેઓનું આજે મોત થતાં મુન્દ્રા પોલીસ દફ્તરે અકસ્માતનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો