તસ્કરીનો ભેદ ઉકેલ્યો:મુન્દ્રામાં 5 મકાનોમાંથી 1.12 લાખની ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

મુન્દ્રા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 14 દિવસ પૂર્વેની તસ્કરીનો ભેદ ઉકેલ્યો

મુન્દ્રાના સુર્યાનગર ખાતે ચૌદ દિવસ અગાઉ કતારબંધ પાંચ મકાનોમાં ખાતર પાડી રોકડ અને ચાંદીના દાગીના સમેત 1.12 લાખનું ખાતર પાડનાર તસ્કર બેલડીને સ્થાનિક પોલીસે દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. આરોપીઓના કબજામાંથી રોકડ દાગીના મળીને કુલ રૂપિયા 42,50નો મુદામાલ કબ્જે કરીને બન્નેને પાંજરે પૂર્યા હતા.

ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ચોરીના ગુના ડિટેકટ કરવા પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટુકડીએ સચોટ બાતમીના આધારે મુન્દ્રાની મફત નગરીમાં રહેતા શકમંદ ઈસમ નારાણ રમેશ સથવારા (ઉ.વ.30)ને ઉઠાવ્યો હતો.અને તેની પ્રયુક્તિ પૂર્વક પૂછતાછ કરતાં તેણે અશોક જ્યંતી દેવીપૂજક (ઉ.વ.27 મૂળ દબડા-અંજાર હાલે ચોપડવા -ભચાઉ )સાથે મળી ઉપરોક્ત ચોરીને અંજામ આપ્યો હોવાની કેફિયત આપતાં પોલીસે બંન્ને આરોપીઓની અટકાયત કરી તેમના કબ્જામાંથી રૂપિયા 40 હજાર રોકડ, 1,500ની ચાંદીની ત્રણ પોંચી અને રૂપિયા 1 હજારની બે જોડી પાયલ સહિત રૂપિયા 42,500નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ વાઘેલા,સંજયકુમાર પ્રજાપતિ સાથે મથુરજી કુડેચા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...