તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મુન્દ્રામાં બે કેબીનમાંથી ચોરી કરનારા બે શખ્સ ઝડપાયા

મુન્દ્રાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપીઓ પાસેથી મુદામાલ રિકવર કરાયો

મુન્દ્રા મધ્યે બકાલા માર્કેટ સ્થિત તથા ડાકબંગલા નજીક આવેલી કેબીનમાંથી રૂપિયા 9,893ના મુદ્દામાલની ચોરી કરનાર બે ઉઠાવગીરોને સ્થાનિક પોલીસે દબોચી લીધા હતા.

પોલીસ દફતરેથી બકાલાના વેપારી રાજેશ શંભુલાલ ઠક્કર (ઉ.વ 49 રહે મારૂતિનગર-મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ તેમની બકાલા માર્કેટ સ્થિત દુકાનમાંથી ગત સાંજે કોઈ અજાણ્યા ઈસમો રૂપિયા 2,293રોકડની ચોરી કરી હતી. જેના પગલે તપાસના ચક્રો ગતિમાન કરતા સ્થાનિક પોલીસે અકબર ઉર્ફે રાધે રમજુ સમેજા (રહે સુખપર તા મુન્દ્રા), તથા મહેબૂબ અનવર શેખ (રહે ગાયત્રી નગર -બારોઇ-મુન્દ્રા) નામના ઈસમોને દબોચી લઇ તેમની પૂછપરછ કરતા તેમણે ચોરીનો ગુનો કબુલી લીધો હતો.

ઉપરાંત તેમની કબ્જામાંથી ગંજી જાંગીયા પેન્ટ ટીશર્ટ જાકીટ 7,600રૂનો અન્ય રેડીમેડ સામાન મળી આવતા તેમને તે સામાનની ડાકબંગલા સ્થિત એક રેડીમેડની કેબીનમાંથી તસ્કરી કરી હોવાનું ખુલતા પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 9,893નો મુદામાલ કબ્જે કરી ફરિયાદીઓને સુપ્રત કર્યો હતો. અને બંને આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો