તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાર્મર પ્રોટેસ્ટ:ટૂંડાના કિસાનોએ જમીન સંપાદનના વળતર મુદ્દે રંગોલી ગેટ પર રેલી સ્વરૂપે ધરણા કર્યા

મુન્દ્રાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મુન્દ્રા તાલુકાના ટૂંડા મુકામે ના ખેડૂતોની જમીન મુન્દ્રા સેઝમાં સંપાદિત થયા બાદ આજ સુધી સંચાલકોએ તેમને વળતર રૂપે કાણી કોડી ન આપી હોવાના આક્ષેપ સાથે ભોગ્રસ્તોએ રેલી કાઢી કંપની વિરુદ્ધ ધરણાં કર્યા હતા. વહેલી સવારે ધૃબ સ્થિત રાસાપીર સર્કલ પાસે બહોળી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતો બાઈકરેલી સ્વરૂપે સેઝને અડીને આવેલા રંગોલીગેટ પાસે પહોંચી શાંતિપૂર્ણ ધરણાં કર્યા હતા. સ્થળ પરથી ઘટનાક્રમ પર પ્રકાશ પાડતા ધારાશાસ્ત્રી શિવરાજ રામાણીએ જણાવ્યું હતું કે ટૂંડાની અમારી સ્વતંત્ર માલિકીની સર્વે ન 76/1-2 અને 44 તથા 46 વાળી જમીન 2009માં સરકારશ્રી દ્વારા મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝમાં સંપાદિત કરવામાં આવી હતી.

જેની અવેજી માં સેઝ સંચાલકો વતિ અગાઉ અન્ય જમીન માલિકોને પ્રતિ એકર વીસ લાખ વળતર આપવામાં આવ્યું છે જ્યારે અમને માત્ર વાયદા અપાયા છે. જેથી અમને વળતર અથવા જમીન પરત ન કરાય તો અચોક્કસ મુદત સુધી ધરણાં પર બેસવાની લાગણી વ્યક્ત કરી હતી.બીજી તરફ સેઝ સંચાલકોએ કરેલા દાવા મુજબ કિસાનોની જમીન વળતર ના દાવાની અપીલને અદાલતે ઠુકરાવી દીધી હોવાના પ્રત્યુત્તરમાં ખેડૂતોએ કંપનીનો આક્ષેપ પાયાવિહોણો હોવાનો જવાબ આપ્યો હતો.

સ્થાનિક રીક્ષા એસો પણ સમર્થનમાં જોડાયું
કિસાનો સાથે રેલીમાં જોડાયેલ પેસેન્જર રીક્ષા એસોએ કોરોના મહામારીને કારણે પોર્ટમાં ફરજ બજાવતા મજૂરો વતન ભણી ચાલ્યા ગયા હોવાથી પોતાના રોજગાર ને ફટકો પડ્યો હોવાની લાગણી સાથે વિશેષમાં વધેલા શ્રમિકો પોર્ટના પ્રવાસી પાસિંગ ન ધરાવતા વાહનો માં અવરજવર કરતા હોવાથી ગુજરાન ચલાવવું દુષ્કર બન્યું હોવાનો મત વ્યક્ત કર્યો છે.ઉપરાંત તેને અનુલક્ષીને સેઝ સમક્ષ મધ્યસ્થી કરી રોજગારી ફાળવવા પર ભાર મુક્યો છે.

જે તે સમયે સરકારી નિયમ પ્રમાણે વળતર અપાયું : કંપની
જમીનનું સંપાદન જે તે સમયે સરકારી ધારા ધોરણો મુજબ થયેલું છે. અદાણી પોર્ટ એન્ડ એસ. ઈ.ઝેડ ઍ કોઈનું વળતર બાકી નથી રાખેલ. કંપની ને આ જમીન ડે.કલેટરશ્રી, મુન્દ્રા અને મામલતદારશ્રી ની હાજરી માં પજેશન મળેલ છે. જે તે સમયે સમગ્ર પ્રક્રિયા સરકારી નિયમોનુસાર કરેલ છે. જેઓને આ જમીન સંપાદન ગ્રાહ્ય નોતું તે સમયે તેમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દો લઈ ગયેલ, ત્યાં કાયદાકીય પ્રક્રિયા પાર કરી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ ખારીજ કરેલ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો