ટ્રાફિકજામ:મુન્દ્રા જુના બંદર પાસે મોટું બોઇલર લઇ જતું ટ્રેઇલર ખોટકાતા ટ્રાફિકજામ

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે જહેમત બાદ અન્ય વાહનોથી ટોર્ચન કરીને સાઈડ કરાતાં યાતાયાત પૂર્વવત થયો

ગત સવારે મુન્દ્રા સ્થિત ગુજરાત મેરી ટાઈમ બોર્ડ હસ્તકના જુના બંદર નજીકના માર્ગ પર મહાકાય બોઇલર લઇ જતું ટ્રેઇલર ક્ષતિગ્રસ્ત હાલતમાં થંભી જતાં કલાકો સુધી બંન્ને બાજુનો ટ્રાફિક અવરોધાયો હતો.બાદ મોડી સાંજે અત્યંત હેવી વ્હીકલ ની મદદથી ટોર્ચન કરીને બોઇલરને સાઈડમાં કરાતાં યાતાયાત પૂર્વવત થયો હોવાના અહેવાલ સાંપડ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ગત વહેલી સવારે વિદેશ માંથી ઓઈલની હેરફેર માટે ઈમ્પોર્ટ કરાયેલ મહાકાય બોઇલર જુના બંદર તરફ જતી વખતે અચાનક થયેલી યાંત્રિક ખામીને કારણે રસ્તા વચ્ચે થંભી ગયું હતું.આમ તોતિંગ વાહને જર્જરિત અને અત્યંત ટૂંકા રસ્તા ને સંપૂર્ણ પણે અવરોધી લેતાં અન્ય વાહનો ને પસાર થવું મુશ્કેલ બન્યું હતું.

અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.મહામહેનતે કલાકોની જહેમત બાદ ભારે વાહનને ટોર્ચન કરી સાઈડ માં હટાવામાં સફળતા મળતા ટ્રાફિક રાબેતા મુજબ દોડતો થયો હતો.ત્યારે જુના બંદરથી સંકળાયેલા સૂત્રોએ છેલ્લા બે દસકાથી જીએમબી હસ્તક ના પોર્ટનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાનો આક્રોશ પ્રદર્શિત કરી છતાં પણ અહીંથી ખાનગી એકમોના વાહનો બેરોકટોક પસાર થઇ સમસ્યા સર્જતાં હોવાની લાગણી સાથે માર્ગોનું દુરસ્તીકરણ કરવાની માંગ કરી હતી .

અન્ય સમાચારો પણ છે...