તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પ્રાગપર ટોડા વચ્ચેથી 7.50લાખના પાંચ કિલો ચરસ સાથે ત્રણ દબોચાયા

મુન્દ્રા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માદક પદાર્થોની હેરફેર પર રોક લગાવતા SOGનો સપાટો
  • તાજેતરમાં સાગરકાંઠે તણાઈ આવેલો જથ્થો માછીમારને મળતા અન્ય બે સાગરીતો સાથે વેચવાની પેરવી કરી હતી

મુંબઈ મધ્યે ઇસ 1944માં કોલાબા સ્થિત વિક્ટોરીયા ડોકયાર્ડમાં લાંગરેલા વિદેશી જહાજમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ભયંકર વિસ્ફોટ થયો હતો .અને ભારે જાનહાની વચ્ચે તેમાં ભરેલ અન્ય સામગ્રી સાથે સોનાનો માતબર જથ્થો બાર કિમી સુધી ઉડીને પડતા ત્યાંના રહીશોને ભર બપોરે લોટરી લાગી હતી .તેનાથી વિપરીત ઘટનાએ કચ્છમાં આકાર લેતા બે માસ અગાઉ અગાઉ કોટેશ્વરથી જખૌ વચ્ચેના સાગરકાંઠે ભારે માત્રામાં ચરસનો જથ્થો તણાઈ આવ્યો હતો .જેમાંથી કેટલીક ચરસ અબડાસાના માછીમારને હાથ લાગતા તેણે તે પોલીસને જમા કરાવાના બદલે બે સાગરીતો સાથે મળી ગેરકાયદેસર રીતે વેચવાની પેરવી કરતા ત્રણે ઈસમોને એસઓજીએ મુન્દ્રા તાલુકાના પ્રાગપર ટોડા વચ્ચેથી આબાદ ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ માદક પદાર્થોની હેરફેર પર રોક લગાવવા ઉચ્ચ અધિકારીઓના આદેશથી ગત રાત્રે એસઓજીની ટુકડી પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેમણે ખાનગીરૂએ મળેલ બાતમીના આધારે મુન્દ્રા તાલુકાના પ્રાગપર ટોડા વચ્ચેથી પ્રફુલભાઇ પોપટભાઈ બારીયા (ઉ.વ.31 રહે મૂળ ગોધરા હાલે અરણ્યાથ ધામ-ટોડા)રામજી વેલાભાઈ કોલી (ઉ.વ.40 રહે રાપરગઢ વારી તા અબડાસા)અને નરેશ સોમાલાલ શાહ (ઉ.વ.42 રહે સરગમ એપાર્ટમેન્ટ -ગાંધીધામ)ને 7.5 લાખ રૂની પાંચ કિલો ચરસ સાથે દબોચી લીધા હતા.અને તેમના કબ્જામાંથી દસ હજારની બાઈક નવ હજારના ત્રણ મોબાઈલ તથા 520રૂ રોકડ મળી કુલ્લ 7,69,520નો મુદામાલ કબ્જે કરી ત્રણે આરોપી મુન્દ્રા પોલીસને સુપ્રત કર્યા હતા.બનાવ સંદર્ભે પ્રકાશ પાડતા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એઆર ઝાલાએ જખૌ પાસે તણાઈ આવેલ ચરસનો કેટલોક જથ્થો અબડાસાના માછીમાર રામજી કોલીને હાથ લાગ્યો હોવાનું જણાવ્યું હતું .અને તેણે લાલચમાં આવીને તે જથ્થો વેચવાની ગતિવિધી કરતા ગાંધીધામના નરેશનો સંપર્ક સાધ્યો હતો.જયારે નરેશે પરપ્રાંતીયોની વસ્તી થકી માદક પદાર્થોની ભારે માંગ ધરાવતા મુન્દ્રામાં જથ્થો પ્રવાહિત કરવાના આશય સાથે ટોડા સ્થિત અરણ્યાથ ધામના પૂજારી પ્રફુલ બારીઆ સાથે સિન્ડીકેટ રચી હતી .પરંતુ તે અંગે બાતમી મળી જતા માલની ડીલેવરી આપવા જઈ રહેલ રામજી એસઓજીના હાથે આબાદ ઝડપાઇ જતા સમગ્ર રેકેટ પરથી પરદો ઉંચકાઈ ગયો હતો .

એસઓજીએ NDPS ડ્રાઈવ અંતર્ગત હેટ્રીક નોંધાવી
માદક દ્રવ્યોના સેવન, હેરફેર અને કારોબારને નેસ્તનાબૂદ કરવા રાજ્ય સ્તરેથી મળેલી સૂચના સંદર્ભે આઈજી અને એસપીએ 5 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરના 21 દિવસ દરમિયાન સઘન ઝુંબેશ છેડવા આદેશ આપેલાં છે. ત્યારે ગત 10મી સપ્ટેમ્બરે SOGએ ભુજમાં બે અલગ અલગ દરોડા પાડી 1150 કિલોગ્રામ ગાંજા સાથે 3 લોકોની ધરપકડ કર્યા બાદ NDPSના ત્રીજા સફળ કેસની હેટ્રિક કરીને નશીલા અને માદક દ્રવ્યોનો કારોબાર કરતાં તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.આ ઓપરેશનમાં એએસઆઈ ઘનશ્યામસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, સુનીલ પરમાર, રજાક સોતા, હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહિપતસિંહ સોલંકી વગેરે જોડાયાં હતા.

ઝીરો પોઈન્ટથી ખેડોઇ ધાબાઓ પર નશીલા પદાર્થોનું વેંચાણ થતું હોવાની ચર્ચા થોડા સમય અગાઉ મુન્દ્રા અંજાર ધોરીમાર્ગ પર ખેડોઇ નજીક આવેલા એક ઢાબા પાસેથી ગાંજો ઝડપાયો હતો .અને હાલ પણ ઉડતા પંજાબ અને હિમાચલથી પોર્ટ પર માલ ખાલી કરવા આવતી ટ્રકોના ચાલકો નાની માત્રામાં પણ અનેક પ્રકારના માદક પદાર્થોનો લઇ આવી અમુક ઢાબાઓ પર સપ્લાય કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...