મુન્દ્રા બારોઇ ની ચોથી સામાન્ય સભામાં વિરોધ પક્ષના સૂચનો સિવાય સંપૂર્ણ રીતે સહકારભરી રહેતા સર્વાનુમતે થયેલા તમામ ઠરાવો સાથે પ્રથમ વખત શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.
સ્થાનિકેના રોટરી હોલમાં વિપક્ષી નેતા સમેત ચાર સભ્યોની સંજોગવસાત ગેરહાજરી વચ્ચે સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર મહેન્દ્ર હુરબડાની ઉપસ્થિતીમાં યોજાયેલ સામાન્ય સભાની બેઠકને રાષ્ટ્રગાનના પઠન સાથે સ્ટાર્ટ અપાયો હતો.
ત્યાર બાદ ગત સામાન્ય સભા અને કારોબારી ની બેઠક,એકત્રિત ભંગાર નો નિકાલ,સુધરાઈના સેવાનિવૃત્ત કર્મચારીઓની ગ્રેજ્યુએટી સમેતના બાર મુદ્દાઓ વિપક્ષના સૂચનો સાથે સર્વાનુમતે બહાલી અપાઈ હતી.
હવે હડાખુડી મેદાન આઝાદ ચોક માર્કેટ તરીકે ઓળખાશે
એક માસ અગાઉ નગરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા કોટ અંદરના વિસ્તારના અંદાજિત 145 નાના ધંધાર્થીઓને જે સ્થળે ખસેડાયા હતા તે વિસ્તાર આજ પર્યંત હડ્ડાખુડી તરીકે ઓળખાતો હતો જેનું નામ બદલી હવેથી તેને આઝાદ ચોક માર્કેટ તરીકે ઓળખવાનો નિર્ણય કરી સર્વાનુમતે ઠરાવકરાયો હતો.
પેવર બ્લોક અને ગટર કામોની સમીક્ષા અર્થે ગાંધીનગરની એજન્સી નિમાઈ
હાલ નગરમાં થતા પેવર બ્લોકના કામોમાં અનેક ત્રુટિઓ હોવાની રાવ ઉઠતા તાત્કાલિક અસરથી હરકતમાં આવેલી સુધરાઇએ સરકાર નિયુક્ત 13 એજન્સીઓ પૈકીની ગાંધીનગર સ્થિત ધવલ એન્જીન્યરીંગ ની થર્ડ પાર્ટી તરીકે નિમણુંક કરી હતી.જે હવે સંતોષકારક કામ થયા બાદ મૂળ કોન્ટ્રાક્ટર ને એનઓસી આપશે.
વિરોધ પક્ષના આંશિક વિરોધ સાથે સફાઈ વેરો નિયત કરાયો
સુધરાઈ દ્વારા નગરની સફાઈ અને પાલિકાની આવક ને લક્ષમાં રાખીને લારીધારકો,કેબીન અને મોટા વાડાના સંચાલકો પાસે સફાઈ વેરા રૂપેની રકમ અંગે વિચાર વિમર્શ કરી અનુક્રમે 20,50 અને 100 રૂની રકમ નો પ્રસ્તાવ મૂકતાં વિપક્ષે નાના ધંધાર્થીઓ માટે તે વધારે હોવાની લાગણી સાથે વિરોધ દર્શાવ્યો હતો.અંતે સર્વ સંમતિથી લારીના પ્રતિદિન રૂ 10 કેબીનના 30 અને મોટા વાડાના 80 રૂ લેખે સફાઈ વેરો લેવાનું નિયત કરાયું હતું.જેના પર આગામી માસથી અમલ કરાશે.
વરસાદી પાણીના નિકાલ માટે 57 લાખ ખર્ચાશે
હાલ પેવર બ્લોકની કામગીરી બાદ મુખ્ય માર્ગ અને આંતરિક શેરીઓ વચ્ચે અસમાનતા સર્જાતાં આગામી ચોમાસામાં પાણીના ભરાવા ની સમસ્યા માથાના દુખાવારૂપ બનવાની રાવ ઉઠી હતી.જેને અનુલક્ષીને 57 લાખ રૂ ના ખર્ચે પાણીના નિકાલ માટે પાઇપ નાખી પાણીને ભૂખી નદીના પટમાં ખાલી કરાશે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.