મેરીટાઇમ બોર્ડ ઉદાસીન:મુન્દ્રાના જુના બંદર તરફના રસ્તે ઠેરઠેર ગાબડાં

મુન્દ્રા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયમી ધોરણે નફો રળતા બંદરના માર્ગની સુધારણા અર્થે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ઉદાસીન

અગાઉ કચ્છના પેરિસ તરીકેની ઓળખ ધરાવનાર મુન્દ્રાની જાહો જલાલીમાં સ્થાનિકેના જુના બંદરનો મહત્તમ ફાળો હતો. જે સમયગાળો આજે પાયાની સુવિધાઓ વિહોણા જીએમબી (ગુજરાત મેરીટાઇમ બોર્ડ)સંચાલિત જૂના બંદરની દુર્દશાને કારણે ભૂતકાળ બની ગયો હોવાનું બંદર તરફ દોરી જતાં જર્જરિત માર્ગને જોતા સ્પષ્ટપણે નજર સમક્ષ તરી આવે છે.

બે દાયકા અગાઉ ખજૂર, ઘઉં, ચોખા, નળિયા અને સ્ક્રેપ ટાયર ની આયાત નિકાસથી ધમધમતું જૂનું બંદર જીએમબી ને ખાસો એવો નફો રળી આપતું હતું.પરંતુ અદાણી પોર્ટના આગમન બાદ કન્ટેનર પરિવહન ને પ્રાથમિકતા મળતાં નવા બંદરે થી મહાકાય શીપ ભરાવવા માંડી જેથી જુના બંદર પરના બસો થી હજાર ટનની ક્ષમતા ધરાવતા વહાણોના ધંધા મંદ પડ્યા જે હાલ ની તારીખમાં પણ જરૂરી સવલતોના અભાવે કાચબાની ગતિએ ડગ માંડી શ્વાસ લઇ રહ્યા છે

ત્યારે જુના બંદરથી સંકળાયેલા તમામ વેપારીઓ પ્રથમ તો મુન્દ્રા થી જુના બંદર સુધીના આઠ કિમી જર્જરિત માર્ગનું દુરસ્તીકરણ ઈચ્છી રહ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કરે જુના બંદર સંલગ્ન આયાત નિકાસકારોની લાગણી જાણવાનો પ્રયાસ કર્યો હતો. અગ્રણી યોગેશ ઠક્કરે જર્જરિત માર્ગની સુધારણા અંગે સમયાંતરે રજુઆત કરાઈ છે પરંતુ પરિણામ શૂન્ય હોવા પર ભાર મૂકી હવે તો સિંગલ પટ્ટી ધરાવતો માર્ગ પણ સુધારણા ઉપરાંત ટૂંક સમયમાં પહોળો કરાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

ડ્રેજિંગ કરાય તો વેપાર ત્રણ ઘણો થવાની સંભાવના
ભાઈજાનભાઈએ રસ્તા સાથે ડ્રેજીંગ ની સમસ્યા પર પ્રકાશ પાડતાં હાલ જેટી પર રેતીના ભરાવાને કારણે લોડિંગ પ્રક્રિયા માટે ખાનગી પ્રોવાઈડરો ને શરણે જવું પડતું હોવાથી વધારાનો આર્થિક બોજ પડતો હોવાની લાગણી દર્શાવી જો જીએમબી દ્વારા માર્ગ અને ડ્રેજીંગ સમેત અન્ય પાયાની સુવિધાઓ માં વધારો કરાય તો હાલ છે એના કરતા જુના બંદર પર ત્રણ ઘણો વેપાર થવાનો મત વ્યક્ત કર્યો હતો.

રોડ બાયપાસ કરાય તો ટ્રાફિક સમસ્યા નાબૂદ થાય
બંદરીય વેપાર સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મજીદ સમાએ માર્ગ અદાણી પોર્ટ સાથે પણ જોડાતો હોવાથી તેના પર ભારે ટ્રાફિક લોડ હોવાથી તે વારંવાર ક્ષતિગ્રસ્ત થતો હોવા પર ભાર મૂકી વધારામાં બંદરનો રસ્તો દુરસ્ત કરી ડાકબંગલાથી વાયા ભૂખી નદી થઇ હરિબાગ સુધી નવા બાયપાસ માર્ગનું નિર્માણ કરાય તો ટ્રાફિક સમસ્યા હલ થવાનું જણાવ્યું હતું.

માર્ગ અંગે વિચારણા ચાલુ છે : પોર્ટ ઓફિસર
આયાતકારોની લાગણી ને અનુલક્ષીને પોર્ટ ઓફિસર આર. સી. પટેલનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે ચોમાસાની સીઝનમાં જુના બંદર રોડ પર આવેલ પુલ ક્ષતિગ્રસ્ત થતાં સંલગ્ન આરએન્ડબી ખાતાને જાણ કરાઈ હોવા અંગે માહિતગાર કરી હાલ માર્ગ ની દુરસ્તી માટે વિચાર વિમર્શ જારી હોવાનું કહ્યું હતું. ડ્રેજીંગ અંગે પ્લાન એસ્ટીમેટ તૈયાર થઇ ચુક્યા હોવાની સાથે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડી નાળ ની સફાઈ પ્રક્રિયા હાથ ધરવાનું જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...