તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:મુન્દ્રા-પ્રાગપર-1ના કંપનીના પ્લાન્ટના પ્લોટમાંથી 3 લાખના કોપર વાયરની ચોરી

મુન્દ્રા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવીમાં ચાર અજાણ્યા યુવાનો ડ્રમમાં વાયર ભરી ઉઠાવી જતાં નજરે ચડ્યા

મુન્દ્રા તાલુકાના પ્રાગપર-1 મુકામે અદાણી વિલમારના કેસ્ટર નજીક પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો ખુલ્લા પ્લોટમાં પડેલો જુદી જુદી સાઈઝ નો ત્રણ લાખ રૂનો કોપર કેબલ વાયર ચોરી જતાં મુન્દ્રા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ મથકેથી વ્યવસાયે ઠેકેદાર પણ છેલ્લા ત્રણ મહિનાથી અદાણી વિલમારના કેસ્ટર પ્લાન્ટ માં ફરજ બજાવતા મંથન વલ્લભદાસ કડછી (ઉ.વ.28 રહે સીતારામ પાર્ક બારોઇ રોડ મુન્દ્રા મૂળ અંબિકા ટાઉનશીપ-રાજકોટ)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ ગત 27/5 થી 6 જુનના સમયગાળા વચ્ચે મુન્દ્રા તાલુકાના પ્રાગપર-1માં આવેલ વિલમારના કેસ્ટલ પ્લાન્ટ નજીકના ખુલ્લા પ્લોટમાં રાત્રીના ભાગે બન્યો હતો. જેમાં પડેલો જુદા જુદા માપનો ત્રણ લાખ રૂપિયાની કિંમતના 1,400 મીટર કોપર કેબલ વાયર કોઈ અજાણ્યા ઈસમો ઉઠાવી ગયા હતા.

જેની કંપનીના કર્મચારીઓને જાણ થતાં પરિસરની અંદરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 20 થી 30 વર્ષની વયના ચાર અજાણ્યા યુવાનો પ્રથમ ઓપન પ્લોટની દીવાલ ઠેંકી અંદર પ્રવેશતા નજર આવ્યા બાદ કેબલ વાયરને ડ્રમમાં ભરી ઓપન પ્લોટની દીવાલ કુદાવી ફરાર થતાં સ્પષ્ટ નજરે ચડ્યા હતા. જેથી મંથને ચાર અજાણ્યા યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મુન્દ્રા પોલીસે ગુનો દર્જ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્લાન્ટ મધ્યે સિક્યુરીટીની હાજરી વચ્ચે તસ્કરોએ બે ધક્કામાં ચોરીને અંજામ આપ્યો
પ્લાન્ટ મધ્યે દિવસ રાત સુરક્ષા કર્મીઓની ડ્યુટી હોવા છતાં તસ્કરો ગત 27મી મેની રાત્રીએ અડધો માલ ઉઠાવી ગયા બાદ બાકીનો માલ ઉઠાવા ફરી 28 મેના ધક્કો ખાધો હતો. ત્યારે સુરક્ષા કર્મીઓ હોવા છતાં ચોરીની ઘટના બનતાં પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...