ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અગ્રણી અદાણી ગ્રુપની સી એસ આર શાખા અદાણી ફાઉન્ડેશનના કાર્યકાળને 25 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર તાલુકાની મહિલાઓને પગભર કરી અલગ ઓળખ પ્રસ્થાપિત કરવાના નિર્ધાર સાથે રજત જ્યંતિ ઉજવવામાં આવી હતી.
ઉપરોક્ત પ્રસંગે અદાણી ફાઉન્ડેશનનો પાયો નાખનાર ડો પ્રીતિબેનના માર્ગદર્શન હેઠળ વિવિધ ક્ષેત્રોમાં જેવા કે ખેતી-પશુપાલન,ગ્રામરક્ષક દળ,હસ્તકળા,શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં ફાઉન્ડેશનના સહકારથી પોતાના જીવન અને આજીવિકામાં આમુલ પરીવર્તન લાવનાર તાલુકાની 11 મહિલાઓને નારીશક્તિની કામગીરી બદલ શીલ્ડ આપી સન્માનવામાં આવી હતી.વિશેષમાં અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરમાં ધો 10 પાસ કરી ઈજનેર તરીકેનો અભ્યાસ પૂર્ણ કરનાર માછીમાર સમુદાયના પ્રથમ ઈજનેર મામદ શકીલ ઓસમાણ ગનીને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
પ્રસંગોચિત ઉદબોધન આપતા એપીસેઝના એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર રક્ષિતભાઈ શાહે આગામી સમયમાં 11 નહીં પણ 200 થી વધારે મહિલાઓ સન્માનિત કરવાની નેમ વ્યક્ત કરતાં મહિલાઓને શિક્ષણક્ષેત્રે આગળ આવવા આહ્વવાન કર્યું હતું.ઉપરાંત માછીમાર સમુદાયને મત્સ્યોઉદ્યોગ વિભાગ દ્વારા સરકારી તથા સાધન સહાયની માહિતી અપાઈ હતી. હેડ અરિન્દમ ગોસ્વામીએ કોર્પોરેટ અફેર્સ હેડ સૌરભ શાહ પર્યાવરણ હેડ ભાગવત શર્મા અદાણી પબ્લિક સ્કૂલના આચાર્ય સંજયભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.