તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:નાના કપાયામાં બીજા દિવસે પણ કંપની સામે ગ્રામજનોના ધરણા જારી

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા તાલુકાના નાના કપાયા મુકામે ઝિન્દાલ સો પાઇપ સામે ગ્રામજનોએ સ્થાનિક રોજગારી ઉપરાંત અન્ય પ્રશ્નો મુદ્દે ધરેલા ધરણાં બીજા દિવસે પણ જારી રહ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ મુજબ નાના કપાયા સ્થિત ઝિન્દાલ સો પાઇપ એકમ સ્થાનિક શ્રમિકોનું શોષણ કરી તેમને નોકરીએથી છુટા કર્યા હોવાથી નાના કપાયા ગામના પૂર્વ સરપચ અને હાલના સભ્ય શામજી લાખા સોધમે ગ્રામજનો સાથે મળી કંપનીના ગેટ સામે અચોક્કસ મુદતના ધરણાં ધર્યા છે.

વિશેષમાં કંપની દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ જાહેરમાં કરતો હોવા સાથે અધિકારીઓ સ્થાનિક કર્મચારીઓને ધાકધમકી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.જેના પ્રત્યુત્તર માં કંપનીએ ધરણાં અંગત સ્વાર્થ ખાતર કરાયાનો પ્રતિઆક્ષેપ કરતાં સમગ્ર મામલો ગૂંચવાયો છે.અને ગિન્નાયેલા પૂર્વ સરપંચ શામજી સોધમે અગર સમસ્યાનું નિવારણ ન થાય તો સોમવારથી આંદોલન વધુ ઉગ્ર બનાવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...