તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મુન્દ્રાની ભૂખી નદીમાંથી અજાણ્યા આધેડની બિનવારસુ લાશ મળી

મુન્દ્રા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શબની ઓળખ માટે પોલીસે સોશ્યલ મીડિયા પર ફોટા વહેતા કર્યા

મુન્દ્રાની ભૂખી નદીમાં ભર બપોરે અજાણ્યા આધેડનું બિનવારસુ શબ મળી આવતા એક તબક્કે ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું.અને તેમાંથી કોઈ જાગૃત નાગરિકે 100 નંબર પર જાણ કરતા તાત્કાલિક પોલીસ કાફલો સ્થળ પર ઘસી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

બનાવ સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ મુન્દ્રા સ્થિત ડાકબંગલા નજીક આવેલી ભૂખી નદીના પટમાં બપોરે 1 વાગ્યાના સમયગાળા દરમ્યાન અજાણ્યા આધેડની લાશ દેખાતા ત્યાંથી પસાર થતા રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી.ઘટનાને પગલે સ્થળ પર પહોંચેલી પોલીસે બ્લ્યુ જીન્સ અને ઘેરા રંગના બ્લુ શર્ટ ધારણ કરેલ શબને સ્થાનિક સીએચસીમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું હતું.અને તેની ઓળખ માટે સોશ્યલ મીડિયાના વ્હોટ્સએપ ગ્રુપમાં ફોટો વહેતો કર્યો હતો.બનાવ સંદર્ભે બીટ જમાદાર વિજયભાઈ પરાલીયાનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે પ્રાથમિક તપાસમાં ભોગગ્રસ્ત યુવાન મુસ્લિમ હોવાનું જણાઈ આવ્યા બાબત પર પ્રકાશ પાડ્યો હતો.અને હવે તે દિશામાં તપાસ વેગવંત કરાઈ હોવાનું જણાવ્યું હતું.

ઘટના સ્થળ પાસે દેશી દારૂના પોઇન્ટની ચર્ચા
ઘટના સંબધે જાણકાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જ્યાંથી યુવાનનું શબ મળ્યું તેની તદ્દન નજીક દેશી દારૂનો પોઇન્ટ લોકડાઉન પિરિયડમાં પણ બેરોકટોક ધમધમે છે.શબના મોઢા ના ભાગે જોવા મળતા કાળા ડાઘ ઘણું બધું સૂચવી જાય છે ત્યારે દારૂ પીને કોઈ કારણસર બબાલ થતાં ઘટનાએ આકાર લીધો હોવાની શંકા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો