તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાડાઉ ગુંદાલા વચ્ચે બાઈક ભટકાતા શિક્ષકને કાળ આંબ્યો

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂડિયાઓ બેફામ વાહનો હંકારતા હોવાની રાવ

મુન્દ્રા તાલુકામાં અકસ્માત ઝોન બનેલા સાડાઉ ગુંદાલા વચ્ચેના ધોરીમાર્ગ પર બે મોટરસાયકલો આમને સામને અથડાતાં એક આધેડ શિક્ષકને કાળ આંબી ગયો હતો. જયારે બીજા યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયાના અહેવાલ સાંપડ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા થી પાંચ કિમી દૂર સાડાઉ ગુંદાલા વચ્ચેના ધોરીમાર્ગ પર બપોરે એક વાગ્યે બનેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં આમને સામને આવતી બે મોટરસાયકલ આપસમાં ધડાકાભેર ટકરાતાં ગુંદાલા મધ્યે સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજ રમણભાઈ પટેલ (ઉ.વ.52 રહે ગુંદાલા મૂળ વલસાડ)નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે સામેના બાઈક સવાર યુવાન રાજેશ પાડા કોળી (ઉ.વ.25 રહે-કુંદરોડી-મુન્દ્રા)ને ગંભીર હાલતમાં સ્થાનિક સીએચસી બાદ સારવાર અર્થે ભુજ ખસેડાયો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હતભાગી ભોગગ્રસ્ત પંકજભાઈ છેલ્લા દસ વર્ષથી ગુંદાલા મુકામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેઓ પોતાના બે સગીર બાળકો અને પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે. મોડી સાંજે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ વિધી પૂર્ણ કરી તેમના વતન વલસાડ ખાતે રવાના કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...