તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:મુન્દ્રાના મુખ્ય માર્ગો પર આવેલી 6 જર્જરિત ઇમારતોને તંત્રે નોટિસ આપી સંતોષ માન્યો

મુન્દ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત વાવાઝોડાના ઝળુંબતા ભય વચ્ચે હવે વરસાદ ઢુકડો છે ત્યારે
  • છ માસ અગાઉ ગ્રામપંચાયતે નવ ખસ્તા હાલ મિલકતોનો કાટમાળ સ્વેચ્છાએ ખસેડી લેવા નોટિસ પાઠવી હતી

હાલ મુન્દ્રા બારોઇને સંયુક્ત પણે સુધરાઈનો દરજ્જો મળ્યાના પ્રથમ વર્ષે ચોમેર પ્રિમોન્સુન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.જેના ભાગરૂપે માર્ગો પર આવેલા બાવળોના જૂંડ હટાવી નિચાણવાળા વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પણ સુધરાઈના અસ્તિત્વ અગાઉ ગ્રામપંચાયતના શાસન વેળાએ વરસાદી સિઝનને અનુલક્ષીને નગરની નવ અત્યંત જર્જરિત ઈમારતોનો કાટમાળ સ્વેછાએ ખસેડી લેવા નોટિસ પાઠવવામાં આવી હતી.જે હાલ જૈસે થે સ્થિતીમાં છે ત્યારે નગરજનો તેની સામે સુધરાઈ સુરક્ષા કવચ પૂરું પાડે તેવી અપેક્ષા સેવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે અગાઉ નગરના અતિ અવરજવર ધરાવતા મુખ્ય માર્ગો પર આવેલી નવલખા સહિતની ભાટિયા ચોક,ટેલિફોન એક્સચેન્જ વાડી શેરી,નાનામાં શેરી અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી ખખડધજ ઇમારતોનો કાટમાળ ખસેડવણાની મુહિમ ગ્રામપંચાયતે ચલાવેલ હતી.તેમાંથી બે મકાનોનો કાટમાળ તેના માલિકોએ રાહદારીઓના હિતમાં સ્વેછાએ હટાવી લીધો હતો.જયારે નગરના ઐતહાસિક નવલખા બંગલાનું વેંચાણ થઇ જતા તે પણ માલિકો દ્વારા ઘ્વસ્ત કરી નાખવામાં આવ્યો છે.પરંતુ હજુ સુધી મુખ્ય માર્ગો પર આવેલી અન્ય છ ઇમારતો તથા અંતરિયાળ શેરીઓમાં આવેલ અનેક ઝુલતા મકાનો લોકો પર ખતરો બની ઝળુંબી રહી છે ત્યારે વરસાદ અને વાવાજોડાની પરિસ્થિતી નિર્માણ પામે તે પહેલા લોકો સુધરાઈ દ્વારા તેની વિરુદ્ધ પગલાં લેવાય તેવું ઈચ્છી રહ્યા છે

સુધરાઈની પ્રથમ સામાન્ય સભામાં પગલાં લેવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો
ત્રણ માસ અગાઉ મુન્દ્રા બારોઇને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદની પ્રથમ સામાન્ય સભામાં જર્જરિત ઇમારતોના માલિકોને નગરજનોના હિતમાં ફરી નોટિસ પાઠવી ગ્રામપંચાયત દ્વારા અધૂરી રહેલી કામગીરી પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.હવે જયારે હવામાન ખાતા દ્વારા સતત થઇ રહેલી વાવાઝોડાની આગાહીઓથી સુધરાઈ અવગત છે ત્યારે અગમચેતીના ભાગરૂપે સૂચિત સિવાયની ખસ્તા ઇમારતોનો સર્વે કરી તેનો કાટમાળ હટાવામાં આવે તેવી માંગ નગરજનોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...