ભુજ:ડેપામાં પોઝિટિવ દર્દી જૂજ લોકોના સંપર્કમાં આવતા તંત્રએ રાહતનો દમ લીધો

મુન્દ્રા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ડેપા મુકામે ગત સાંજે એક મુંબઈગરાનો રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય ખાતું દોડતું થયું હતું. પરંતુ દર્દી પરીવાર સિવાયના અન્ય લોકોના સંપર્કમાં આવ્યો ન હોવાથી તંત્રએ રાહતનો દમ લીધો હતો. પરંતુ સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગામને સીલ કરી બહારના લોકોને પ્રવેશ નિષેધ ફરમાવામાં આવ્યો હતો.મેડિકલ ઓફીસર સંજય યોગીએ જણાવ્યું હતું કે દર્દીના પરીવારના પાંચ સદસ્યોને હોમ કવોરેન્ટાઇન કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના ઘરેથી નાનું બાળક પડોશમાં રમવા ગયું હોવાથી તે ઘરની સાત વ્યક્તિને પણ ક્વોરેન્ટાઇ કરાઈ હતી. તદુપરાંત ભુજપર મુકામેથી આજે 10 સેમ્પલ લેવામાં આવતા તેની ટોટલ સંખ્યા 298 થઇ હતી. તેમજ મુન્દ્રાની કોવીડ હોસ્પિટલ એલાયન્સ મધ્યે સારવાર લઇ રહેલા દસ પોઝેટીવ દર્દીઓમાંથી બે દુરસ્ત થતાં આજે તેમને રજા આપવામાં આવી હતી. અને તે સિવાય ચાર દર્દીઓની તબિયત અત્યંત સુધારા પર હોતાં તેમને પણ ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...