તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ સમાધાન:નાના કપાયાની કંપનીએ સ્થાનિકોને રોજગારી આપવાનો કોલ આપ્યો

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિંદાલ સામે ગ્રામજનોની ઉગ્ર લડતનું સુખદ સમાધાન
  • ધારાસભ્યની મધ્યસ્થી થકી 15 દિવસના અંતે સમાધાન થતાં લડત સમેટાઈ

મુન્દ્રા તાલુકાના નાના કપાયા મુકામે સ્થાનિકોને રોજગારી અને અન્ય પ્રશ્નોને લઇ ધરણાં અને અનશન ધારણ કરનારા ગ્રામજનો અને કંપની વચ્ચે મુન્દ્રા માંડવીના ધારાસભ્યે મધ્યસ્થી કરતા 15 દિવસના અંતે સુખદ સમાધાન સાથે લડત સમેટાઈ હતી.

ગત તા. 25/6ના નાના કપાયા સ્થિત જિન્દાલ સો પાઇપ કંપનીના ગેટ સામે ગ્રામજનોએ સ્થાનિક રોજગારી અને અન્ય પ્રશ્નોને લઇ ધરણાં ધર્યા હતા. જેનો કંપની તરફ થી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં 3/7થી લડતને ઉગ્ર બનાવી ગ્રામજનોએ અનશન ધારણ કર્યું હતું. બીજા દિવસે જ એક આધેડ અને એક યુવાનની તબિયત લથડતાં તેને સારવાર અર્થે સ્થાનિક સીએચસીમાં ખસેડાયા હતા.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા શુક્રવારે મોડી સાંજે આંદોલનકારીઓની છાવણીમાં આવી પહોંચ્યા હતા. કંપનીના અધિકારીઓ અને ચળવળકારો વચ્ચે મધ્યસ્થી કરી તેમની વચ્ચે સુખદ સમાધાન કરાવતાં 15 દિવસના અંતે લડત સમેટાઈ હતી. કંપની વતી એચઆર હેડ એસ. કે. યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

કંપની તબક્કાવાર સ્થાનિકોને કાયમી કરશે
સમાધાન મુદ્દે પ્રકાશ પાડતાં નાના કપાયાના સરપંચ શામજી સોધમે કંપનીના અધિકારીઓએ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હોવા બાબતથી અવગત કરી હંગામી ધોરણે કંપનીમાં ફરજ બજાવતા અમુક સ્થાનિક કર્મચારીઓને સપ્ટેમ્બરમાં અને બાકીને ઓક્ટોબરમાં કાયમી કરવાનો કોલ આપતાં લડતને સમેટી લેવાઈ હોવાનું જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...