આકરાં પગલાં:મુન્દ્રામાં લેન્ડ ગ્રેબિંગના સાણસામાં સપડાયેલી દુકાનના શટર ઉતર્યા

મુન્દ્રા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાખેણા કોમ્પ્લેક્સ વિરુદ્ધ પ્રશાસને આકરાં પગલાં લેતા અન્ય કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો

મુન્દ્રાના અતિવિકસિત એવા બારોઇ રોડ મુકામે લેન્ડ ગ્રેબિંગ કેસમાં સપડાયેલા લાખેણા કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનના શટર પ્રશાસનના કડક વલણ થકી સ્વેચ્છાએ ઉતારી લેવામાં આવતા અન્ય કૌભાંડીઓમાં ફફડાટ ની લાગણી ફેલાઈ છે.પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા બારોઇ ના કરોડોના જમીન કૌભાંડ મુદ્દે સરકારી વાડાઓ ને ગેરરીતિ કરી હસ્તગત કરી લેનાર 87 જમીન ધારકો પૈકી ચાર મિલ્કતોને જિલ્લા કલેકટરના આદેશથી મહેસુલ મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે નોટિસ પાઠવાઈ હતી.તે પૈકીના અત્યંત મોંઘેરા કહી શકાય તેવા બારોઇ સ્થિત ખારી મીઠી રોડ પર આવેલા કોમ્પલેક્ષની દુકાનના શટર આજે સ્વેછાએ ઉતારી લેવાયા હતા.

જે અંગે સત્તાવાર સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સૂચિત ચાર મિલકતોના કૌભાંડીઓને દસ્તાવેજી પુરાવાઓ સાથે તંત્ર સમક્ષ હાજર થવાનું ફરમાન કરાયા બાદ અંતિમ ચુકાદા વેળાએ એક પાર્ટી હાજર રહી ન હતી બાકીના ત્રણ જમીન ધારકો એ તારીખ 14/10 સુધી વધારાની મહોલાત માંગી હતી.તે દરમ્યાન તેમની મિલકત સુઓમોટો અંતર્ગત ફરી શ્રીસરકાર દાખલ થવાનો અંદેશો મળી જતાં બારોઇ રોડ સ્થિત કોમ્પ્લેક્સ ધારકે પ્રશાસન નું આકરું રૂખ પારખી સરન્ડર કરી સ્વેછાએ દુકાનના શટર ઉતારી લીધા છે.

મોડી રાત્રીએ બુલડોઝર ચાલ્યું
ઉપરોક્ત કોમ્પ્લેક્ષ નોંધણી નં 112/2 પૈકીની મિલકતના હતાશ માલીકે મોડી રાત્રે દુકાનો પર સ્વેચ્છા બુલડોઝર ફેરવવાનો નિર્ણય લેતાં બિલ્ડીંગ તુટતી જોવા જનસમૂહ ઉમટી પડ્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવાર સુધી આખી મોટા ભાગની ઇમારત ને ધરાશાયી કરી નાખવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...