તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે અમદાવાદમાં:મુન્દ્રાના નવલખા બંગલાનું શિલ્પ હવે અમદાવાદની હોટલમાં જોવા મળશે

મુન્દ્રા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
શિલ્પ, સ્થાપત્ય અને કોતરણી કામની મિસાલ સમા ઇમારત - Divya Bhaskar
શિલ્પ, સ્થાપત્ય અને કોતરણી કામની મિસાલ સમા ઇમારત
 • એક સદી પૂર્વે પૂર્વે 9 લાખ કોરીના ખર્ચે નિર્મિત ઇમારત અત્યારે કરોડને આંબી ગઈ

એક સદી પૂર્વે મૂળ કચ્છના પરંતુ ધંધાર્થે વિદેશથી સંકળાયેલા ભાટીયા સમાજના વેપારીઓ દ્વારા મુન્દ્રાની મધ્યમાં આવેલા તેછી ચોકમાં તે સમયની નવ લાખ કોરીના માતબર ખર્ચે નિર્માણ પામેલી નવલખા તરીકેની ઓળખ ધરાવનાર ઇમારત તાલુકાનો ઔદ્યોગિક વિકાસ થતાં વેપાર વાણિજયના હેતુ અર્થે કરોડોના દામમાં વેચાતા હવે તેના અવશેષો નગરજનો માટે સંભારણું બની અમદાવાદ ખાતે રાજાશાહી ઢબે નવનિર્માણ પામતી હોટલમાં જોવા મળશે. હાલ નવલખા બંગલાના ખરીદદારો દ્વારા અત્યંત કાળજી પૂર્વક ઇમારત અંદર આવેલો બેનમૂન કાટમાળ ઉતારી તેને અન્ય જગ્યાએ ખસેડવાની ગતિવિધી હાથ ધરાઈ છે.

તેના ભૂતકાળમાં ડોકીયું કરીયે તો અંદાજિત 183 વર્ષ અગાઉ નગરની શાન સમી જાજરમાન ઇમારતનું ચણતર કરાયું હતું .ત્યારબાદ કાળક્રમે નગરના ગગનચુંબી વિકાસ પહેલા પુરાતન હવેલીમાંથી તેના વારસદારોનો રસ ઉડી જતા તેમાં આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શેઠ લખમશી નપુ પ્રા અધ્યાપન મંદિર (પીટીસી કોલેજ)દાયકાઓ સુધી શિક્ષણની સુવાસ પાથરતી રહી .અને તેમાંથી શિક્ષણ પામેલા પ્રા શિક્ષકો સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાની શાખમાં સિદ્ધિરૂપી મોરપીંછું ઉમેરતા ગયા.પરંતુ છેલ્લા એક દાયકાથી બિલ્ડીંગ જર્જરિત થતાં પીટીસી કોલેજ આરડી એજ્યુકેશનના પ્રાંગણમાં તબ્દીલ થઇ .અને નગરનો સાંસ્કૃતિક વારસો ખંડહરમાં પરિણમ્યો .એક તબક્કે તાજેતરમાં ગ્રામપંચાયત દ્વારા માલિકોને રાહદારીઓ માટે ખતરાની ઘંટી સમાન કાટમાળ સ્વેછાએ હટાવી લેવાની નોટીસ પાઠવી હતી.

અંતે વારસદારોએ ખાનદાની ધરોહર જીલ્લાની પહોંચેલી રાજકીય હસ્તીને વહેંચી રોકડી કરી લેતા હવે ટૂંક સમયમાં ઇમારત ભાવિ પેઢી માટે દંતકથા બની રહેશે .જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ તેમાંથી નીકળેલા એન્ટિક પીસ અમદાવાદના સીજી રોડ પર આગામી સમયમાં આકાર લેનારી હોટલ મધ્યે ઉપયોગમાં લેવાશે .

પુરાતત્વ ખાતાએ રસ ન બતાવતાં મિલ્કત વેચાઇ ગઇ હોવાની ચર્ચા
નવલખા બંગલાના વેંચાણ પહેલા તેને પુરાતત્વ ખાતા દ્વારા હસ્તગત કરી રક્ષિત જાહેર કર્યા બાદ વિકસાવવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને તે માટે જિલ્લા કક્ષાના એક રાજકારણીએ પ્રયાસો પણ હાથ ધર્યા હતા.પણ કોઈ કારણોસર પુરાતત્વ ખાતાએ કદાચ રસ ન બતાવતાં ખાનગી પાર્ટીને વેંચાયેલી મિલકત હવે ઇતિહાસ બનીં જશે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો