કારમી યાતના:મુન્દ્રા બારોઇની સોથી વધારે સોસાયટીના રહીશો ભોગવી રહ્યાં છે કારમી યાતના

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂતકાળમાં પંચાયતી સ્તરે અપાયેલી આડેધડ મંજૂરીઓને કારણે
  • રસ્તા અને ગટર લાઈનની સુવિધાના અભાવે ચોમાસામાં નર્ક જેવી સ્થિતિ

છેલ્લા એક વર્ષથી મુન્દ્રા બારોઇને સંયુક્તપણે સુધરાઈનો દરજ્જો તો મળ્યો પણ હજી પાલિકાનો વહિવટ સંપૂર્ણપણે સ્થિર થાય તે પહેલાં તત્કાલિન પંચાયતો દ્વારા આધેધડ અપાયેલી બાંધકામ મંજૂરીઓને કારણે મુન્દ્રા બારોઇની સંભવિત 100થી વધારે સોસાયટીઓના રહીશો જર્જરિત માર્ગો,દુષિત પાણીનો ભરાવો અને ચોમેર ફેલાયેલી ગંદકી થકી કારમી યાતના ભોગવી રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

બે દાયકા અગાઉ જિલ્લામાં આવેલા ગોઝારા ભૂકંપ બાદ તબક્કાવાર મુન્દ્રા તાલુકાએ વિકાસની હરણફાળ ભરવાની શરૂઆત કરતાંજ ઉદ્યોગોના આગમનને પગલે નગરમાં ભારે પ્રમાણમાં પરપ્રાંતિયોનો ઘસારો નોંધાયો અને મુન્દ્રા તથા બારોઇ વચ્ચે ત્રણ કિમીનો માર્ગ અકલ્પનિય રીતે વિકાસ પામતાં અહીં કોંક્રીટનું જંગલ ઉભું થયું અને સો થી વધારે સોસાયટીઓ આડેધડ નિર્માણ પામી .નવનિર્માણ વખતે કેટલોગ પર આધુનિક સુવિધાઓ દર્શાવી ડેવલોપર્સો મકાનો તથા પ્લોટો વેંચી અનેક અધૂરાશો મૂકી મલાઈ અંદર કરી રવાના થઇ ગયા જેના માઠા પરિણામો ભોગવતા રહીશો આજે પણ કારમી યાતનાઓમાંથી પસાર થઇ રહ્યા છે.

નિકાલની વ્યવસ્થાના અભાવે ચોમેર ખાબોચિયા
બારોઇ રોડ સ્થિત 80 અને મુન્દ્રાની હદમાં આવેલી 30 મળી કુલ્લ 110 થી વધારે સોસાયટી વિસ્તારોમાં શરૂઆતથીજ પાણીના નિકાલની વ્યવસ્થા ઉભી ન કરાતાં આજ પર્યત ચોમાસાની સીઝનમાં ચોમેર પાણીના ખાબોચિયાઓનું સામ્રાજ્ય ફેલાય છે.તે પાણી સુકાય નહીં ત્યાં સુધી દુષિત પાણીને કારણે ઉત્પન્ન થતાં મચ્છરો બીમારી ફેલાવામાં નિમિત્ત બનતા હોવાનું સામે આવ્યું છે.

મોટા ભાગની સોસાયટીઓમાં પાકા રસ્તાઓ નથી
સોસાયટીઓના નિર્માણ વેળાએ તાલુકા તેમજ ગ્રામપંચાત સ્તરેથી ગેરવહિવટ કરી જમીન બિન ખેતીલાયક હેતુફેર કરી આપવામાં આવી.ત્યાર બાદ તંત્ર દ્વારા સ્થળ સમીક્ષા કરી એન એ ના નિયમ પાલન ની કોઈ પણ ખરાઈ કરવામાં ન આવી.

અન્ય સમાચારો પણ છે...