તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:પીએમ રિપોર્ટમાં પણ દિવ્યાંગ પુત્રનું પિતાએ ગળું દબાવીને હત્યા કરી હોવાનું ખુલ્યું

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુન્દ્રાના કરૂણાંતિકા ઉપજાવનારા કિસ્સામાં

મુન્દ્રા ખાતે અત્યંત આર્થિક ભીંસ અનુભવતા પરપ્રાંતીય નેપાળી યુવાને પોતાના નવ વર્ષના અપંગ પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સોમવારની સાંજે સ્થાનિકે બનેલી ઘટનામાં ચોકીદારી કરી નિર્વાહ કરતા હરીશ કામી (વિશ્વકર્મા)નામક યુવાને પત્નીની ગેરહાજરીમાં પોતાના નવ વર્ષના અપંગ પુત્ર દિનેશ ની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી.

ત્યાર બાદ હમવતનીઓને દિનેશનું મોત કુદરતી રીતે થયું હોવાનું કહી એકત્રિત કર્યા હતા.અને તેની લાશને નાના કપાયા સ્થિત અવાવરૂ જગ્યાએ દફન કરી હતી.પરંતુ માતાના પરત ફર્યા બાદ હતભાગી મૃતકની બ્હેને સમગ્ર પ્રકરણનો ભાંડો ફોડતાં જ્ઞાતિજનો ભેગા થઇ સ્થાનિક પોલીસને શરણે ગયા હતા .અને જે જગ્યાએ દિનેશના શબને દફન કરવામાં આવ્યો હતો તે સ્થળ તરફ અંગુલી નિર્દેશ કરતા પોલીસે વાલ્મિકી સમાજની મદદથી શબ બારે કાઢી જામનગર પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યું હતું.

જેને અનુલક્ષીને બનાવ સંબધિત તપાસ કરતા મુન્દ્રા પીએસઆઇ ભાવેશ ભટ્ટનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે સગીરનું મોત ગળું દબાવી કરવામાં આવ્યું હોવા બાબત પર પ્રકાશ પાડ્યો તથા રાત્રી સુધી મૃતકનું શબ જામનગરથી આવી ગયા બાદ તેને પરિવારજનોને સોંપી આજે આરોપી પિતા હરીશ સામે વિધિવત હત્યાનો ગુનો દર્જ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો