તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની ઘોર બેદરકારી:મોટા કાંડાગરાનું PHC હજી ઝોલા ખાય છે

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં ગામની 15 વ્યક્તિઓ મોતના ખપ્પરમાં હોમાઈ છતાં
  • આરોગ્ય સુવિધા વિહોણા ગામમાં 2017માં ઔષધાલયનું વાજતે ગાજતે ખાતમુહૂર્ત કરાયું હતું

વર્તમાન સરકાર લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફ્ળ નિવડી હોવાની અસંખ્ય ફરિયાદો વચ્ચે આરોગ્ય સુવિધાઓથી તદ્દન વંચિત રહેલા મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા મુકામે ઝોલા ખાતા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ વહિવટી તંત્રની ઘોર બેદરકારીનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગામના જાગૃત નાગરિક તરીકે નાનજી મહેશ્વરીએ દિવ્ય ભાસ્કરને માહિતી આપતા જણાવ્યું હતું કે પહેલા નગરમાં કાળો કેહર મચાવનાર કોરોનાએ હાલ પોતાનો વિકરાળ પંજો મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સુધી લંબાવતા મોટા કાંડાગરા મહામારીનો સામનો કરવાને બદલે આરોગ્ય સેવાઓના અભાવે તદ્દન દયનીય સ્થિતીમાં મુકાયું હોવાનો આતંરનાદ વ્યક્ત કર્યો હતો.

વિશેષમાં સ્થાનિકે 2017માં સવા કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નેતાઓની હાજરીમાં રંગે ને ચંગે ખાતમુહ્રત કરાયું હતું.જે આજે ચાર વર્ષનો સમયગાળો વિતી ગયા છતાં વર્તમાન વિકટ પરિસ્થિતીમાં ઝોલા ખાઈ રહ્યું હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો.ખૂટતી સેવાઓ અંગે વારંવાર તંત્ર સમક્ષ કરાયેલી રજૂઆતો બહેરાના કાને અથડાઇ રહી છે હેવું લાગે છે. ત્યારે સત્તાપક્ષ દ્વારા થયેલા વિકાસકામો ફક્ત ફોટોસેશન અને તગડા ભ્રસ્ટાચાર પૂરતા સિમીત રહ્યા હોવાનું ચિત્ર કપરા દિવસોમાં ચોમેરથી ઉપસી રહ્યું છે.

આ અનુસંધાને મોટા કાંડાગરાના વર્તમાન સરપંચ જોરૂભા ઝાલાનો સંપર્ક સાધતા તેમણે ઉચ્ચ ઇમારતનું કામ ચાલુ હોવા બાબતને સમર્થન આપી ઉચ્ચ સ્તરેથી અગમ્ય કારણોસર કોકડું ગૂંચવાયું હોવાથી કામ અવરોધાઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

કોરોના ગામની અનેક વ્યક્તિઓને ભરખી ગયો
હાલ ગ્રામ્ય સ્તરે કોરોના મહામારી હાહાકાર મચાવી રહી હોવાના વાવડ વચ્ચે આરોગ્ય ક્ષેત્રે વર્તમાન સરકારના અણઘડ આયોજનને કારણે તબીબોના અભાવ થકી મોટા કાંડાગરા ખાતે કોવિડ -19ની બીમારીને કારણે ગામની પંદર વ્યક્તિ મોતના ખપ્પરમાં હોમાઈ હોવા ઉપરાંત અંદાજિત સાત દર્દીઓ હજી પણ વેન્ટિલેટર પર હોવાના ચોંકાવનારા અહેવાલ સાંપડ્યા છે.

ગાંધીનગર સ્તરેથી ચુકવણું ન થતાં કામ ટલ્લે ચડ્યું
ગામના જાણકાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કામ કરતા ત્રણ ઠેકેદારો નાણાંનું ચુકવણું ન થતાં કામ અધવચ્ચે મૂકી ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું હતું.ત્યારે મોટા ઉપાડે વિકાસકામોની જાહેરાત કરી ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથેજ હાથ ખંખેરી લેવાની સત્તાપક્ષની મેલી માનસિકતા ફરી એકવાર છતી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...