તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસ્થાન:મુન્દ્રા-મહુવા બસને લીલી ઝંડી સાથે પ્રસ્થાન કરાવાયું

મુન્દ્રા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવી સેવાથી પ્રવાસીઓમાં આનંદની લાગણી

મુન્દ્રાથી મહુવાને જોડતી એસટી બસને બસ સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતું. નવી સેવાથી પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. વાયા અંજાર, ગાંધીધામ, રાજકોટ, અમરેલી, સાવરકુંડલાની આ બસમુન્દ્રાથી રાત્રીના 10.30 અને મહુવાથી સાંજના 6.00 કલાકે ઉપડશે. વિભાગીય નિયામક ચંદ્રકાન્ત મહાજને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. રજૂઆતને ધ્યાને લેતા બસ સેવાને પ્રાયોગિક ધોરણે શરુ કરવા મંજૂરી આપી છે તેમ જણાવ્યું હતું. ડેપો મેનેજર બરંદાએ શ્રીફળ વધેરી સ્ટાર્ટ આપ્યો હતો. રોટરીના આસિ. ગવર્નર અતુલ પંડ્યા, માનવ અધિકાર મંચના કપીલ કેસરીયા, સુનિલ વ્યાસ, જનસેવા સંસ્થાના રાજ સંઘવી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો