તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મુન્દ્રામાં લોકડાઉનને પ્રથમ દિને સબળ પ્રતિસાદ મળ્યો

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પખવાડિયા માટે અડધો દિવસ બંધનું એલાન કરાયું છે

મુન્દ્રા માં અગાઉ વેપારીઓએ અઠવાડિયા માટે અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા બાદ પણ નગરમાં કોરોના સંક્ર્મણની પરિસ્થિતી યથાવત રહેતા સ્થાનિક વહિવટી તંત્રે વેપારીઓને વિશ્વાસમાં લઇ ફરી અડધા દિવસ માટે પખવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું છે. જેના અંતર્ગત પ્રથમ દિને દુકાનો સવારે નિત્યક્રમ મુજબ ખુલી ગયા બાદ બપોરના બે વાગ્યા પછી છૂટી છવાઈ કેબિનોનો બાદ કરતા તમામ દુકાનોના શટર નમી ગયા હતા.

અને નગરના કોટ અંદરના તેમજ અતિવિકસિત વિસ્તાર એવા બારોઇ રોડ પર નીરવ શાંતિ છવાઈ હતી.ત્યારે હવે રોજ વહેલી સવારે આગામી 23/5 સુધી બજારો રાબેતા મુજબ ધમધમે ત્યારે નગરના ગીચ વિસ્તાર બકાલા માર્કેટ અને અન્ય દુકાનોમાં જીવન જરૂરી વસ્તુઓને ખરીદ કરવા એકત્રિત થતા લોકો પોતાની નૈતિક ફરજરૂપે વહિવટી તંત્ર પર આધારિત રહ્યા વિના સ્વૈચ્છિક રીતે માસ્ક ધારણ કરી સામાજિક અંતર જાળવણીનો ચુસ્ત અમલ કરે તો લોકડાઉન સંપૂર્ણપણે સાર્થક થવાનો મત બુદ્ધિજીવીઓ વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...