તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાનો શ્વાસ અધ્ધર:મુન્દ્રામાં કોરોનાકાળમાં થયેલા મૃત્યુનો મુદ્દો વિધાનસભામાં ગાજે તેવી સંભાવના

મુન્દ્રા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના વિપક્ષી નેતાએ RTI હેઠળ માહિતી માંગતા પાલિકાનો શ્વાસ અધ્ધર

જિલ્લામાં માર્ચથી એપ્રિલ સુધી ત્રણ માસના સમયગાળા દરમ્યાન કોવીડ -19 મહામારીનો પંજો અનેક લોકોને ભરખી ગયો છે.અને તેના સાચા આંકડા રાજ્યસરકાર છુપાવતી હોવાના આક્ષેપ સાથે વિરોધપક્ષ કોંગ્રેસે સળગતો મુદ્દો વિધાનસભા સત્રમાં ગુંજી ઉઠે તે આશયથી નિયત આંકડા મેળવવા આરટીઆઈ એક્ટ હેઠળ સુધરાઈઓ પાસેથી માહિતી માંગવાની ગતિવિધી પૂર્ણ કરી લીધી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના કોંગ્રેસી ધારાસભ્ય રહી ચૂકેલા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનણીએ આરટીઆઈ એક્ટ હેઠળ મુન્દ્રા બારોઇ નગરપાલિકા પાસેથી 13/5ના રોજ કોરોનકાળના માર્ચ થી મે માસ સુધી કેટલા દર્દીઓનું કોવીડ-19ના કારણે મોત થયું હોવાની માહિતી માંગતા 2/6ના રોજ પૂર્ણ કરી પરેશ ધનાણીને મેળવી લેવાયા જણાવાયું છે. ચર્ચા મુજબ સમગ્ર ગુજરાતમાંથી સૂચિત માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.બાદમાં મોતના વાસ્તવિક આંકડાઓ સાથે વિધાનસભા સત્રમાં સત્તાપક્ષને ઘેરવામાં આવશે.

સોશ્યલ મીડિયા પર માહિતી જમીન કૌભાંડ અંગે હોવાની ચર્ચાઓ ઉઠી
વિરોધ પક્ષના નેતાએ મુન્દ્રા સુધરાઈ પાસેથી માહિતી માંગી હોવા માત્રની વાત વાયુવેગે ફેલાતાં સ્થાનિકે સોશ્યલ મીડિયાના વોટ્સએપ ગ્રૂપોમાં પરેશ ધનાણીએ જમીન કૌભાંડ અંગે આરટીઆઈ કરી હોવાની ચર્ચાઓ વહી નીકળતા કોંગ્રેસીઓ ઘેલમાં આવી ગયા હોવાનું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...