ખરાખરીનો જંગ:મુન્દ્રા પંથકમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓના આખરી પડાવે ખરાખરીનો જંગ ચરમસીમાએ

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર ચલાવે તેવા ઉમેદવારને નહીં પરંતુ ગામ ચલાવે તેને મત આપોના સૂત્ર સાથે
  • ઉદ્યોગોનું વર્ચસ્વ ધરાવતી દૂધાળી પંચાયતો અંકે કરવા શામ, દામ, દંડ, ભેદની નીતિ અમલી

હવે જયારે મુન્દ્રા પંથક માં 21 ગ્રામપંચાયતની ચૂંટણીઓ ને આડે ફક્ત કતલ ની રાત રહી છે ત્યારે ચોમેર સરપંચ પદના ઉમેદવારો પોતાની પેનલ સાથે મતદારો ને રીઝવવા એડીચોટી નું જોર લગાવી રહ્યા હોવાનું સપાટી એ તરી આવ્યું છે.

તેમાં ખાસ કરીને ઘર ચલાવે તેને નહિં પરંતુ ગામ ચલાવે તેને મત આપોના સ્લોગન સાથે વેગવંત બનેલા પ્રચારમાં ઉદ્યોગોનું વર્ચસ્વ ધરાવતી નાના મોટા કપાયા,ભુજપર,ઝરપરા માં આમને સામને કાંટાની ટક્કર વચ્ચે બંન્ને પક્ષે શામ દામ દંડ ને ભેદની નિતી અમલી બન્યાની ચર્ચાઓ વચ્ચે વિરાણીયા મુકામે પણ બંન્ને ભાજપ પ્રેરિત ઉમેદવારો વચ્ચે રસાકસી સાથે સરપંચ પદ માટે પ્રતિસ્ઠા ભર્યો જંગ હોવાના અહેવાલ સાંપડ્યા છે.અત્રે નોંધનીય છે કે મોટા કપાયા નાના કપાયા ઝરપરા,ભુજપર વગેરે ગામોથી ઉદ્યોગો તદ્દન નજીક હોવાથી અત્યંત વિકસિત કહી શકાય એવા વિસ્તારોમાં જમીન બિનખેતી કરાવવાનું પ્રમાણ સૌથી વધારે હોવાથી મલાઈદાર પંચાયતો અંકે કરવા નાણાં ની રેલમછેલ થતી હોવાનું જણાઈ આવ્યું છે.

પંચાયતોમાં ભાજપ પ્રેરિત બોડી વિજયી થવાનો દાવો
મોટાભાગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોઈ પાર્ટીના સિમ્બોલ હેઠળ ચૂંટણીઓ લડાતી નથી અને પક્ષોની ભૂમિક મહત્વની હોતી નથી પરંતુ પડદા પાછળથી દાવપેચ ખેલાતા હોય છે. ઉપરોક્ત મુદ્દે પ્રતિક્રિયા આપતા શહેર ભાજપના પ્રમુખ પ્રણવ જોષીએ મહત્તમ પંચાયતોમાં ભાજપના કેન્ડીડેડ આમને સામને ચૂંટણી લડતા હોવા બાબત પર પ્રકાશ પાડી 21 માંથી 19 ગ્રામપંચાયતો ભાજપ પ્રેરિત થવાનો દાવો કર્યો હતો.

કોંગ્રેસને અડધી પંચાયતો હસ્તક કરવાની અપેક્ષા
ગ્રામપંચાયતના પરિણામોની સુધી અસર આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર પડવાની હોવાથી સતા માટે સતત સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ કપિલ કેસરિયાએ ચોમેર ચાલી રહેલી ભાજપની લહેર વચ્ચે પણ અડધો અડધ પંચાયત કબ્જે કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...