હાલાકી:મુન્દ્રાના જેરામસર તળાવ નજીકનું પ્રવેશદ્વાર દસકાથી મુક્તિની રાહ જુએ છે

મુન્દ્રા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ દાતાઓએ લોકો માટે કરેલી વ્યવસ્થાનું જતન કેમ નથી કરાતું?
  • આસપાસ થતા વાહનોના અતિક્રમણે નાકાની એક બાજુ તદ્દન રૂંધી નાખી

મુન્દ્રાના જેરામસર તળાવ નજીક આવેલું નગરની શોભા સમું પ્રવેશદ્વાર છેલ્લા દસકાથી આસપાસ થતાં વાહનોના અતિક્રમથી મુક્તિ જંખે છે.વિધીની વિટંબણા જુઓ કે ગેટ બન્યું ત્યારથી તેની એક બાજુ તદ્દન રૂંધાયેલી હોવા છતાં આજ પર્યત સ્થાનિક પ્રસાશનના પેટનું પાણી હાલ્યું નથી ત્યારે નગરજનો પણ હવે ત્યાં થતાં વાહનોના અતિક્રમણથી આઝાદી જંખે ઈચ્છે છે.

સૂચિત જગ્યાએ અંદાજિત દસકા અગાઉ નગરના પ્રતિષ્ઠિત દાતા સ્વ દેવજી નાનજી કેનિયાની સ્મૃતિરૂપે ગેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ તેની તદ્દન નજીક ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પણ મુકવામાં આવી .પરંતુ હાલ નગરની શોભામાં અભિવૃધ્ધી કરતી જગ્યાએ ચોમેર વાહનોનું અતિક્રમણ જોવા મળે છે. વિશેષમાં પ્રવેશદ્વાર વાહનોને અંદર અને બહાર જવા બે ગેટ બનાવવામાં આવ્યા છે.પરંતુ તેમાં વર્ષોથી આઉટગેટ જ કાર્યરત છે.

જયારે અંદર પ્રવેશવા માટેની જગ્યા પહેલાથી સાંકડી તો હતીજ પણ તેને આડેધડ થયેલા પાર્કિંગ અને અણઘડ રીતે બનેલી દુકાનોએ ડૂચો દઈ દેતાં હવે ત્યાંથી દ્વિચક્રી વાહનોનું પસાર થવું પણ દુષ્કર બન્યું છે.ગેટ બન્યા બાદ ગ્રામપંચાયતના ત્રણ સરપંચો બદલી ગયા પરંતુ ત્યાંની સ્થિતીમા કોઈ સુધાર આવ્યો નથી .હવે જયારે મુન્દ્રા ને સુધરાઈ નો દરજ્જો મળ્યો છે ત્યારે નગરનજનો પાલિકાના શાસકો અને પોલીસ પ્રશાસન પાસેથી વાહનોના અતિક્રમણ થકી વકરીને ગુમડાં સમાન થયેલી ટ્રાફિક સમસ્યાનો હલ ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...