તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધ્રબમાં ટ્રેઇલર નીચે ચગદાઇ જતાં ખાટલામાં સુતેલા યુવાનનું મોત

મુન્દ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો

મુન્દ્રાના પરા સમાન ધ્રબ મુકામે પરપ્રાંતીય ટ્રેલર ચાલકે ખાટલામાં સુતેલા યુવાનને હડફેટે લેતાં તેનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મુન્દ્રા પોલીસ મથકેથી હતભાગી મૃતકના કૌટુંબિક ભાઈ નિર્મલસીંગ સુખમિંદર સીંગ બરાડ (શીખ)(ઉ.વ.50 રહે રાશાપીર સર્કલ,ધ્રબ-મુન્દ્રા મૂળ મોગા -પંજાબ)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ 5/7ની સવારે 11.15 વાગ્યે ધ્રબ સીમમાં રાશાપીર સર્કલ નજીક આવેલ સતલજ ધાબા પાસે બન્યો હતો. જેમાં ખાટલા પર સુતેલા કરમસિંગ જનરલસિંગ ગીલ (શીખ)(ઉ.વ.35 મૂળ ધર્મશાલા-પંજાબ હાલે રશાપીર સર્કલ-ધ્રબ)નામક યુવાનને ટ્રેલર ન GJ-12 BW 3539 ના ચાલકે હડફેટે લેતા તેના શરીર પરથી ટ્રેલરનું ટાયર ફરી ગયું હતું.

કરમસિંગનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બનાવ ને પગલે મુન્દ્રા પોલીસે સ્થળ પરથી ફરાર થઇ ગયેલા ટ્રેલર ચાલક સંદીપ નામક યુવાન વિરુદ્ધ બેદરકારી પૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા સબબનો ગુનો દર્જ કરી તેને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કરમસિંગ છેલ્લા છ માસથી પોતાનું વતન પંજાબ છોડી રોજગાર અર્થે મુન્દ્રા માં વસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...