તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક તરફ વૈશ્વિક મંદી અને બીજી તરફ કોરોના મહામારીના ખોફની આડ અસરો જાણે હવે આયાત નિકાસ ક્ષેત્રે અગ્રેસર રહેતી ઔદ્યોગિક નગરીમાં દેખાઈ રહી હોવાનું ચિત્ર એમ્પ્ટી પાર્કના સંચાલકોની કફોડી હાલત પરથી સપાટીએ તરી આવ્યું છે. દસકા અગાઉ મુન્દ્રા પોર્ટમાં આયાત નિકાસે હણહણતો વેગ પકડતાં બંદરીય માર્ગ પર આવેલા તાલુકાના ધ્રબ અને નાના કપાયાથી કરી મોટા કપાયા સુધી બિલાડીના ટોપની જેમ એમ્પ્ટી પાર્કો ફૂટી નીકળતા જોતજોતામાં તેની સંખ્યા અઢારે પહોંચી હતી.પોતાની માલિકીની અથવા ભાડા પટ્ટે લીધેલી જમીનમાં એમ્પ્ટી પાર્ક ખોલી કન્ટેનરો ભાડે રાખી સંલગ્ન સર્વિસ આપવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો હતો.
પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ હાલ વૈશ્વિક મંદી અને કોરોનાના પ્રભાવને કારણે આયાત નિકાસની ગતિવીધીઓ મંદ પડતા સૂચિત અઢારમાંથી પાંચ એમ્પ્ટી પાર્કના શટરો નમી ગયા છે .અને પરિસ્થિતી યથાવત રહી તો આગામી સમયમાં પણ અન્ય ચારને તાળા લાગી જવાનો અંદેશો વર્તાઈ રહ્યો છે.
સીએફએસ (કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન)સામે ટકવું પણ મુશ્કેલ બન્યું
વિશેષમાં બધા વિપરીત પરીબળો સિવાય સેઝની આસપાસ બારથી વધારે સીએફએસ આવેલા છે.જે પોતાના અંગત એમ્પ્ટી યાર્ડ ધરાવે છે.તેઓ વેપાર વાણિજયને કવર કરવા લાઈનોને વિશેષ સવલતો આપતા હોવાથી પણ બંદરીય વિસ્તારથી દૂરના અંતરે આવેલા એમ્પ્ટી પાર્કના સંચાલકોને તેમની સામે હરીફાઈ માં ટકવું મુશ્કેલ બન્યું હોવાથી હાલ કન્ટેનર સર્વિસ આપવાનો ધંધો ભીંસમાં હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
લાઇનોએ પણ પરિવહન ખર્ચ આપવાનું બંધ કર્યું
ઉપરાંત અન્ય પરિબળ તરીકે સાર્વત્રિક મંદીની અસર હેઠળ એમ્પ્ટી પાર્કોને કન્ટેનરોનો બિઝનેસ આપવામાં સિંહફાળો આપતી માર્સ,એમએસઈ,ભેલ,ગ્લોબલ જેવી જાયન્ટ લાઇનોએ હરીફાઈથી પ્રેરાઈને એમ્પ્ટી પાર્કોને પરિવહન ખર્ચ આપવાનો નનૈયો ભણતા હવે તેમની સાથે વ્યહવાર પરવડતો ન હોવાથી ધંધાને માર પડી હોવાના અહેવાલ સાંપડ્યા છે.
ચાઈના સાથે પરસ્પર વેપારમાં બ્રેક મોટા ઝટકા સમાન
આયાત અને નિકાસમાં મુન્દ્રા બંદરે સદા અગ્રેસર રહેતા ચીન સાથેના પરસ્પર વ્યહવારને કોરોના મહામારીનું ગ્રહણ નડી જતાં છેલ્લા આઠ માસથી તેની સાથેની સમગ્ર ગતિવીધીઓ ઠપ્પ થઇ ગઈ છે.માટે મોટા પ્રમાણમાં થતા કન્ટેનર પરિવહન પર રોક લાગી જતા તેની સીધી અસર એમ્પ્ટી પાર્ક પર પડી છે .
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.