તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદ મોત:રસલિયા-ખોંભડી વચ્ચેની સીમમાંથી બોર ઓપરેટર મૃત હાલતમાં મળ્યો

મુન્દ્રા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રબની વિલમાર કોલોની નજીકથી પરપ્રાંતીય આધેડની લાશ મળી : કુદરતી મોત થયું હોવાનો અહેવાલ

નખત્રાણા તાલુકાના રસલિયા અને ખોંભડી વચ્ચેના સીમાડામાંથી પરપ્રાંતિય બોર ઓપરેટર તથા મુન્દ્રા તાલુકાના ધ્રબ સ્થિત વિલમાર કંપની પાસેથી પરપ્રાંતીય આધેડ મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી.

નખત્રાણા પોલીસના જણાવ્યા પ્રમાણે રસલિયા અને ખોંભડી વચ્ચે અજાણ્યા શખ્સની લાશ પડી હોવાની જાણ થતા પોલીસે કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલમાં મોકલાવી હતી. મૃતક મૂળ છોટા ઉદેપુરના મુઢિયારી ગામનો ટીનાભાઇ નાયક હતો જે સ્થાનિકે બોર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો તેના મૃત્યુ પાછળના કારણની તપાસ પીએસઆઇ ખાંભડે હાથ ધરી છે.

બીજી બાજુ મુન્દ્રાના ધ્રબ નજીક બાવળની ઝાડીઓમાંથી બિશ્વપ્રસાદ ઇન્દ્રપતિ કેવટ (ઉ.વ.48 રહે મીઠાણી કોલોની-ધ્રબ મૂળ મધ્ય પ્રદેશ ) નામના શ્રમિકનું શબ મળી આવતા તેના પાડોશી રંજન સાકેતે મુન્દ્રા પોલીસને જાણ કરી હતી.

પોલીસે હતભાગીનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી થાણા પીએસઆઇ ટી એચ પટેલે બનાવ સંબધિત તપાસ હાથ ધરી હતી. મોડી સાંજે ઘટના સંદર્ભે મુન્દ્રા સીએચસીના તબીબ મંથન ફ્ફ્લે પોસ્ટમોર્ટમમાં શ્રમિકનું મોત છેલ્લા ચોવીસમાં કુદરતી રીતે થયું હોવા બાબતે પર પ્રકાશ પાડી શબ તેના પરિવારજનોને સુપ્રત કરી દેવાયાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...