તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ પર આવેલ જહાજમાં મધ્યદરિયે હૃદયરોગના હુમલાને કારણે કૃ મેમ્બરનું મોત થતાં તેનું સ્થાનિક સીએચસીમાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ ઇન્ડિયન એમ્બેસીને સુપ્રત કરવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ગત 6/2ના રોજ બનેલા બનાવમાં ફિલિપાઇન્સના પીટીસાઓ એક્સપ્રેક્સ જહાજમાં મધદરિયે પોતાની કેબીનમાં આરામ ફરમાવા ગયેલા કૃ મેમ્બર ઝેટા રોગીલીઓ વર્ગીસનું હૃદયરોગના હુમલાને કારણે મોત નીપજ્યું હતું.
સાત તારીખની વહેલી સવારે તેને જગાડવા ગયેલા અન્ય કૃ મેમ્બરોને તે વ્હીલચેર પર મૃત અવસ્થામાં મળી આવતા જહાજના કપ્તાન ને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે હતભાગીનો મૃતદહે સ્થાનિક સીએચસીમાં પોસ્ટમોર્ટમ બાદ ઇન્ડિયન એમ્બેસીને સુપ્રત કરાયો હતો. હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડિયન એમ્બેસીની શબવાહિની મૃતકને મુંબઈ ખાતે લઇ ગયા બાદ હવે કાયદેસરની કાર્યવાહી કરી શબ હવાઈ માર્ગે તેના વતન ફિલિપાઇન્સ ખાતે રવાના કરવામાં આવશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.