રાવ:વવારથી ધોરીમાર્ગને જોડતો 3.5 કિમી જર્જરિત માર્ગ ગ્રામજનો માટે આફતરૂપ

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમેર પડેલા ફૂટ ઉંડા ગાબડાં અકસ્માતને ઈજન આપતા હોવાની રાવ ઉઠી

મુન્દ્રા અંજાર ધોરીમાર્ગ પર આવેલા છેવાડાના ગામ વવાર મુકામે પહોંચતો ત્રણ કિમીનો રસ્તો અત્યંત જર્જરિત અવારનવાર અકસ્માતોના બનાવ બનતા હોવાની ફરિયાદો સાથે તાત્કાલિક ધોરણે માર્ગ ને દુરસ્ત કરવાની માંગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરીમાર્ગ થી અંદાજિત સાડા ત્રણ કિમી ના અંતરે આવેલા વવાર ગામના માર્ગ પર ઠેર ઠેર ફૂટના ગાબડાં પડ્યા હોવાથી વાહન ચાલકોનું પસાર થવું દુષ્કર બન્યું હોવાની રાવ ઉપરાંત ખસ્તા હાલમાં નજર આવતા રસ્તા પર રાત્રીના ભાગે દ્વિચક્રી વાહનો ના ભારે માત્રામાં અકસ્માત સર્જાતા હોવાની લાગણી સાથે ગ્રામજનોએ રાજ્યસરકાર માંથી માર્ગ નિર્માણ માટે 55 લાખ રૂ ની ગ્રાંટ પાસ થઇ ગઈ હોવા છતાં એજન્સીઓની આળસ ઊડતી ન હોવાથી સમસ્યા સર્જાઈ હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો. જયારે કેટલાક જાગૃત નાગરિકોએ તો સ્વખર્ચે માર્ગમાં પડેલા ખાડાઓ મોરમ થી પૂરવાની તૈયારી બતાવી હતી .ત્યારે ત્વરાએ માર્ગ નિર્માણ નું કાર્ય હાથ ધરાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

વહેલી તકે રસ્તા નું દુરસ્તીકરણ હાથ ધરાશે -સરપંચ
ઉપરોક્ત બાબતે વવારના સરપંચ કરસનભાઈ ગઢવીએ માર્ગની હાલત તદ્દન કથળેલી હોવા બાબતને સમર્થન આપી તાજેતરમાં વવારથી છસરા સુધીના નવા માર્ગની ગ્રાંટ પાસ થઇ ગઈ છે. પરંતુ કોરોના બાદ ચોમાસું બેસતાં નિર્માણકાર્યમાં વિલંબ થયો હોવાની લાગણી સાથે વહેલી તકે કામ શરૂ કરાવવાની ખાત્રી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...