તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના 3 આરોપી PIના નાક નીચેથી ફરાર થયા હતા

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુન્દ્રા પોલીસથાણામાં ત્રણે સુત્રધારો સાથે ઘટનક્રમનું રિક્રીએશન કર્યું

મુન્દ્રાના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં અદાલતે મુખ્ય આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજુર કરતાં પશ્ચિમ કચ્છ પોલીસ ત્રણે આરોપીઓને પ્રથમ મુન્દ્રા પોલીસ મથકે લઇ આવી સમગ્ર ઘટનાક્રમનું પંચોની હાજરીમાં પુનરાવર્તન કરાવ્યું હતું .જેમાં આરોપીઓએ પ્રથમ ગઢવી યુવાનનું મોત થયાની સાથેજ અલગ અલગ દિશામાંથી એકત્રિત થઇ થાણા પીઆઇ પઢીયાર સમક્ષ હાજર થયા હતા ત્યારે પઢીયારે મામલો ઠંડો ન પડે ત્યાં સુધી ખુદ ત્રણેને ફરાર થવા લીલી ઝંડી આપી હોવાનું ખુલ્યું હતું .

ભુજ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએથી શક્તિસિંહ ગોહિલ,જયદેવસિંહ ઝાલા અને અશોક કનાદને પોલીસ વેનમાં મુન્દ્રા પોલીસ થાણે લઇ આવી પ્રથમ તપાસનીશ ડીવાયએસપી પંચાલે અશોક કનાદની ઉલટતપાસ હાથ ધરી હતી.જેમાં ગઢવી યુવાનોના મોત અગાઉ ત્રણે પોલીસકર્મીઓએ શું ગતિવિધી કરી હતી તે અંગેનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું.જેમાં આરોપી એવા સમાઘોઘાનાં પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા મોટા ભાગે સાથે રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

ઉપરાંત અરજણનું મોત થતાંજ મુન્દ્રામાં હાજર શક્તિસિંહ અને જયદેવસિંહે માંડવી તાલુકાના સલાયામાં રહેતા અશોક કનાદને મુન્દ્રા બોલાવ્યો હતો.પછી ત્રણે પીઆઇ પઢીયારની સંમતિથી અશોકની ગાડીમાં ફરાર થયા હતા.અને મુન્દ્રા થી 5 કિમી દૂર ભોરારા પાસે ફોન કરી સમાઘોઘાનાં નરવીરસિંહને ગાડી આપી જવાનું કહી ત્યાંથી ગાડી બદલાવી અશોકે સીમકાર્ડ તોડી મોબાઈલ ભોરારા બાવળની ઝાડીઓમાં ફેંકી દીધો હતો.અને ત્યાંથી આગળ રવાના થયાની કેફિયત આપ્યા સુધી તપાસનો સમયગાળો પૂર્ણ થતા જિલ્લા પોલીસની ટુકડી ત્રણે આરોપીઓ સાથે પરત ભુજ રવાના થઇ હતી.હવે ગઈકાલથી ફરી બાકીના બંન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે આરોપીઓ છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં નાસતા ફરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો