તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મને મોબાઈલ પર ગાળો કેમ આપે છે કહી, શેખડીયામાં 7 શખ્સો દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ, પત્ની, માતાને પણ લાકડીઓ ફટકારી

મુન્દ્રા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બચાવ કરનાર માતા અને પત્નીને પણ લાકડીઓ ફટકારી ઇજજાઓ પહોંચાડી

મુન્દ્રા તાલુકાના શેખડીયા મુકામે સાત યુવકોએ ગેરકાયેદેસર મંડળી રચી એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે જાનલેવા હુમલો કર્યો હતો.ઉપરાંત ભોગગ્રસ્તને બચાવવા ગયેલી માતા અને પત્નીને પણ લાકડીઓ ફટકારી ઇજજાઓ પહોંચાડતા મુન્દ્રા કોસ્ટલ મથકે ગુનો નોંધાયો હતો.મરીન પોલીસ થાણેથી ઇજજાગ્રસ્ત યુવાનના નાગશી સુમાર શેખડીયા(ગઢવી) (ઉ.વ.29 રહે શેખડીયા તા મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ ગત મોડી રાત્રીએ એક વાગ્યાના અરસામાં બન્યો હતો.

જેમાં રામ વિરમ ગઢવી(અલસુરા),ભીમો ઉર્ફે રહીસ ગઢવી (રહે બન્ને વવાર તા મુન્દ્રા)જ્યંતી આહિર (રહે-અંજાર)સાથે અજાણ્યા ત્રણ સાથીદારોએ મળી નાગશી સુમાર શેખડીયા (ગઢવી)(રહે શેખડીયા)ના ઘરે જઈ તેના પર ફોન પર ગાળો આપવા બાબતનું મનદુઃખ રાખી લોંખડ ના સળિયા,ટામી ધારિયા જેવા તીક્ષ્ણ અને મારક હથિયારો સાથે જાન લેવા હુમલો કરી હાથ અને પગના ભાગે ગંભીર ઇજજાઓ પહોંચાડતા તેને તાત્કાલિક સ્થાનિક સીએચસી બાદ વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વિશેષમાં સમગ્ર મામલામાં ભોગગ્રસ્ત નાગશીને બચાવવા ગયેલ તેની માતા ગોરબાઈ સુમાર શેખડીયા અને પત્ની દેવલબેનને પણ આરોપીઓએ એકસંપ કરી લાકડીઓ ફટકારી મૂઢ માર માર્યો હતો.એકજ સમાજના યુવાન પર થયૅલા કરપીણ હુમલાના બનાવમાં મુન્દ્રા પોલીસે સાત આરોપીના ટોળા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ રાયોટીંગ સમેત આઈપીસીની વિવિધ દસ ધારાઓ તળે ગુનો દર્જ કરી આરોપીઓને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.બનાવ સંદર્ભે કોસ્ટલ પોલીસ મથકના પીએસઆઇ ગિરીશ વાણીયાએ આરોપી પૈકી મુખ્ય ઈસમ રામ ગઢવી ગુનાહિત માનસ ધરાવતો હોવાનું જણાવી તેને તાત્કાલિક દબોચી લેવાની આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...