તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોટા કપાયામાં પરિવહન માટે તકસાધુઓએ ચેકડેમ વચ્ચેથી ગેરકાયદે રસ્તો બનાવ્યો

મુન્દ્રા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ બનાવ્યો કોણે ? તેની જાણકારી માટે પ્રશાસન પણ ગોથે ચડ્યું હોવાની ચર્ચા

એક તરફ ખેડૂતોના હિતમાં સરકારે અમલી બનાવેલી સુજલામ સુફલામ યોજનાનો ગેરલાભ ઉઠાવી ખનીજ માફિયાઓ મોટા પ્રમાણમાં રેતી માટીની ચોરી કરી રહ્યા હોવાનું ચિત્ર તાલુકામાં ચોમેર ઉપસ્યું છે.જયારે બીજી તરફ મુન્દ્રા તાલુકાના મોટા કપાયામાં બનેલા એક બનાવમાં તકસાધુઓએ પ્રશાસન દ્વારા પાણી સંગ્રહ કરવા માટે બનાવાયેલા ચેકડેમમાંથી અંગત વપરાશ માટે રસ્તો બનાવી તમામ મર્યાદાઓ ની હદ વટાવી દિધી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

તાલુકા મથક મુન્દ્રાથી પાંચ કિમીને અંતરે આવેલા મોટા કપાયા મુકામેથી પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિકેના ગણેશ મંદિર નજીકથી ન્યુ પોર્ટને મળતા રસ્તા વચ્ચે જળસંચય યોજના અંતર્ગત બનાવામાં આવેલા ચેકડેમમાંથી અંગત વપરાશ માટે ધોરીધરાર રસ્તો કાઢવામાં આવ્યો હોવાનું સપાટીએ તરી આવ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી માલિકીની જમીનના ભાવ ઉંચકાય તે હેતુથી સૂચિત ગતિવિધીઓ કરવામાં આવી છે.વિશેષમાં રસ્તાની વચ્ચે આવતા વીજપોલને પણ સુગમતા અર્થે સાઈડમાં ખસેડી લેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે .

ગ્રામજનો સંપૂર્ણ પ્રક્રિયા અંગેની તટસ્થ તપાસ ઈચ્છી રહ્યા છે.પરંતુ તપાસ અર્થે સ્થળની મુલાકાત લેનાર સંબધિત ખાતાના અધિકારીઓ ખુદ રસ્તો કાઢ્યો કોણે અને વિસ્તાર આવે કોની હદમાં છે તે અંગે ગોથે ચડ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે ત્યારે ઉપરોક્ત મુદ્દે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વસંત ચંદેએ સૂચિત વિસ્તારની સમીક્ષા કરતા તે ગામતળમાં નહિં પણ રેવન્યુમાં આવતો હોવા અંગેનો અભિપ્રાય પ્રાંતકક્ષાએ સુપ્રત કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...