તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા મુકામે પત્રકારને ધમકી આપનાર ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મુન્દ્રા તાલુકા પત્રકાર મંડળે સ્થાનિક મામલતદારને આવેદનરૂપે રજૂઆત કરી હતી. ઉપરોક્ત રજુઆતમાં મંતવ્ય ન્યુઝ ચેનલના પત્રકાર અમિત ઠાકોરને ઠોકી દેવાની ધમકી આપનાર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામેં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પત્રકારોએ ચોથી જાગીર સામેના વર્તનને ભેહુદું ગણાવ્યું હતું.
વિશેષમાં કોઈ પણ પક્ષના નેતાએ પોતાની મર્યાદામાં રહીને સમાજને સારો સંદેશ આપતી પ્રતિક્રિયા આપવી જોઈએ તે બાબત પર ભાર મૂકી ઓન કેમેરા ઇન્ટરવ્યૂમાં ધમકી આપનાર પ્રજાના પ્રતિનિધિ સામે કડક હાથે કામ લેવાની અપીલ કરી હતી.મામલતદાર પ્રજાપતિને આવેદન આપતી વેળાએ સંદેશ ન્યુઝ પેપરના કપિલ કેસરીયા કચ્છમિત્રના વિનોદ મહેતા કચ્છકેરના કિશન મહેશ્વરી સંજય બાપટ તથા બહોળી સંખ્યામાં અન્ય વર્તમાનપત્રો સાથે જોડાયેલા પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રાની સાથે કચ્છના અન્ય તાલુકા મથકોએ વિવિધ સંગઠનોએ આ ઘટના અંગે વિરોધ નોંધાવી કાયદેસરના પગલાં ભરવા માંગ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.