ઠપકો:મુન્દ્રા-બારોઇ નગરપાલિકાને રાજ્ય માહિતી આયોગનો ઠપકો

મુન્દ્રા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ મંજૂરી અંગેની માહિતી ન આપતા

ભ્રસ્ટાચાર નાબૂદીકરણ માટે સરકારે માહિતી અધિકાર નો કાયદો દાખલ કર્યા બાદ પણ સતત અમુક ખાતાઓ નું વલણ અરજદારો ને જાણકારી આપવા પ્રત્યે ઉદાસીન રહેતું હોવાના અનેક બનાવો બાદ મુન્દ્રા મધ્યે બનેલા એક બનાવમાં સુધરાઇએ માહિતી આપવા અંગે સુસ્તી દાખવતાં આયોગે જવાબદારોને ઠપકો આપ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા બારોઇ નગરપાલિકાના વિપક્ષી નગરસેવક જાવેદ પઠાણે ગત 17/3 ના રોજ સંયુક્તપણે દરજ્જો મળ્યા બાદ સુધરાઈ દ્વારા કેટલી મિલ્કતો આકારણી રજીસ્ટરમાં ચડાવાઇ હોવા ઉપરાંત રહેણાંક અને વ્યાપારીક પ્લોટ પર કેટલાને બાંધકામ મંજૂરી અપાઈ તે સબબની માહિતી માંગી હતી.પરંતુ તેમને સંતોષકારક માહિતી ન મળતાં તેઓ પ્રથમ અપીલ બાદ માહિતી આયોગ ના દ્વારે ગયા હતા.આયોગે તે બાબતની ગંભીર નોંધ લઇ સુધરાઈના જાહેર માહિતી અધિકારી તથા અપીલ સત્તાધિકારીને લેખિત ઠપકો આપી આગામી 31/12/21 સુધી સ્પષ્ટિકરણ કરવાનો આદેશ કરી જો નિયત સમય મર્યાદામાં પ્રતિસાદ ન અપાય તો દંડાત્મક કાર્યવાહી ની ચીમકી આપતાં પાલિકાના કર્મચારીઓમાં સોપો પડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...