તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બેરાજાની PMCA સોલાર કંપનીમાંથી તસ્કરો 12.42 લાખનો કેબલ વાયર ચોરી ગયા

મુન્દ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી કેમેરામાં 22 થી 25 વર્ષના યુવાનો દેખાયા, પોલીસે ઝડપી લેવા તપાસ આદરી

મુન્દ્રા તાલુકાની બેરાજા સીમમાં આવેલી પીએમસીએ સોલાર સિસ્ટમ કંપનીમાંથી તસ્કરો જુદી જુદી ચીઝોમાં વપરાતો રૂપિયા 12,42,331ની કિંમતનો કેબલ વાયર ચોરી જતા સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી.

મુન્દ્રા પોલીસ મથકેથી સૂચિત કંપનીના કર્મચારી આનંદ દિવાકર અલકરી (ઉ.વ.42 રહે હાલે એરપોર્ટ રોડ-ભુજ મૂળ પુના-મહારાષ્ટ્ર)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ શુક્રવારની રાત્રીના ભાગે મુન્દ્રા તાલુકાના બેરાજા સ્થિત પીએમસીએ સોલાર સિસ્ટમ કંપનીના પરિસરમાં બન્યો હતો. જેમાં અજાણ્યા યુવાનો કંપની પરિસરની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા.

અને પરિસરમાં આવેલ ગોડાઉનનો નકુચો તોડી વેલ્ડિંગ મશીનમાં વપરાતા વિવિધ સાઈઝના કોપર કેબલ વાયરના પાંચ રોલ અંદાજિત 900 મીટર તથા ડિસમિસ સેટ મળીને કુલ્લ રૂપિયા 12,42,331નો મુદામાલ વાહનમાં નાખીને ચોરી ગયા હતા. બીજા દિવસે સવારે બનાવની જાણ થતા આનંદ દિવાકરે કંપની પરિસરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ચકાસણી કરતા વાયરની ઉઠાંતરી કરનાર યુવાનો 22 થી 25 વર્ષની ઉંમરના હોવાનું જણાઈ આવ્યું હતું. ઘટનાને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા યુવાનો વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરીને પીઆઇ એમબી જાનીએ ચોરીમાં ઉપયોગ થયેલ વાહનનો નંબર મેળવી તસ્કરોની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...